એકવખત શ્રીજીમહારાજ ભૂજથી જામનગર પધાર્યા ને ગામ બહાર વાટીકા મા સંતમંડળ ને હરિભક્તો સાથે ઉતારો કર્યો હતો.

Gujarati

જામનગરના જામસાહેબ અને શ્રીજી મહારાજની પધરામણી

એકવખત શ્રીજીમહારાજ ભૂજથી જામનગર પધાર્યા ને ગામ બહાર વાટીકા મા સંતમંડળ ને હરિભક્તો સાથે ઉતારો કર્યો હતો. જામનગર રાજના માણહ એવા ગજાનનભાઇ ને હાથીભાઇએ જામસાહેબને ખબર દીધા. જામસાહેબ ને પૃગટ સ્વામિનારાયણ ભગવાનની મહીમાની વાતો સાંભળેલી તો વિચાર્યું કે મારા રાજદરબારમા રાજ-રીત્ય પૃમાણે એમની ધામધૂમ થી વાજતે ગાજતે પધરામણી કરાવીએ એમ વીચારીને રાજકારભારીઓને આદેશ દીધા ને કહ્યું કે સાંજે ચાર વાગ્યે શ્રીહરિને હાથી ની અંબાડીએ, સંતો ભક્તો ને ઘોડાગાડી વગેરે મા બેસારી ને વાંજીંત્રો સાથે ધામધૂમ થી રાજમાં તેડી લાવજો.

રોંઢે ચાર વાગ્યે રાજના માણસ તેડવા પધાર્યા તે કોલાહલ થતા શ્રીહરિએ પુછયુ કે શેનો આ અવાજ છે ? ત્યારે શુકમુનિ બોલ્યા હે મહારાજ, રાજમાં પધરામણી નુ તેડું આવ્યું છે. રાજના માણસો એ વિનંતી કરી એટલે શ્રીહરિ હાથી ઉપર સોનાની અંબાડીએ બીરાજયા ને સહુ સંતો ભક્તો સાથે રાજમાર્ગ મા સહુ નગરજનોને દર્શન દેતા થકા રાજભવન મા પધાર્યા. જામસાહેબે રાજોપચારથી શ્રીહરિનુ પુજન કર્યું ને સૌનું રાજભવન મા સ્વાગત કર્યું. ઉચ્ચા આસને ગાદી ઉપર શ્રીહરિ બીરાજયા હતા ને સારી રાજસભા ને સૌ સંતો હરિભક્તો યથાસ્થાને બીરાજયા. શ્રીહરિના દર્શન થતા જ સૌના મન સ્થીર થઇ ગયા ને સૌને પૃગટ પૃભુના દર્શન ની પૃતિત થઇ ને ધન્યતા અનુભવાઇ. શ્રીહરિએ માનવજીવન ની દુર્લભતા ને મનુષ્યજીવન ના ધ્યેય ને નાશવંતપણા ની ઘણી વાતો જામસાહેબ ને કરી. રાજના માણસો ને જામસાહેબ ના મન ઉપર શ્રીહરિના વચનોની ઉડી અસર થઇ.

કૌલમતવાદી બૃાહ્મણોને આ ન ગમ્યું તે એમણે રાજસભામાં જ શ્રીહરિના હારે નકામી વઢવેડ કરવા નુ નક્કી કર્યું. મતવાદી બૃાહ્મણોેએ શ્રીહરિ ને કહ્યું કે.. તમે સૂરા-મદ્યપાન, માંસ ભક્ષણ, યજ્ઞમાં પશુ હિંસા ને મૈથુનનો નિષેધ વગેરે મત પૃવરતાવો છો એ કયા શાસ્ત્રમાં લખ્યું છે?

રાજસભા મા અનુચિત વાત સાંભળતા જ જામસાહેબ તો સમસમી ગયા ને બોલ્યા કે શ્રીહરિ આ લોકો આપની શુદ્ધ ધર્મપૃવાહની રીત્યને જોઇ શકતા નથી ને પોતાના અંગત સ્વાર્થથી સનાતન હિન્દુસંસ્કૃતિનો વિરોધ કરે છ. અમારી રાજસભા મા કોઇ શાસ્ત્રચર્ચા ની વાત્ય કરવી હોય તો રાજઅનુમતિ લઇને જ થઇ શકે, એટલે તમારે એમના જવાબ દેવાની જરુર નથી, આપના કોઇપણ સંતને જવાબ આપવો હોય તો એમના મનની શંકાનું જરુરી નિવારણ થાય.

શ્રીજી મહારાજે સદગુરુ નિત્યાનંદ સ્વામીને જવાબ આપવા કહ્યું એટલે સ્વામી એ પૂરાણ મા માંસ ભક્ષણ ને શ્રીમદ્ ભાગવત મા પરસ્ત્રીગમન ના નિષેધ ની વાત્ય ને શ્લોક સાથે કહી દેખાડી. જામસાહેબ સદગુરુ નિત્યાનંદ સ્વામી ની શાસ્ત્રોક્ત પુરાવાની વાત સાંભળી ને રાજી થયા ને ઓલા બૃાહ્મણો ને બોલ્યા કે ખબડદાર, જો ધર્મ પાળી ને રેવુ હોય તો મારા જામનગર ના રાજ મા રેજો નહીતર તમારા કરેલા પાપ નુ ફળ મને લાગશે. તમે પૃેમથી બીજા રાજ્ય મા રહેવા જઇ શકો છો.

શ્રીજીમહારાજ નુ જામસાહેબે અત્તર ચંદન થી પુજન કર્યું ને આશીર્વાદ લીધા ને બધાય સંતોને પગે લાગ્યા ને બોલ્યા કે તમને મારા રાજમાં કાય કનડગત થાય તો મને અડધી રાતયે જરુર પડે તો જગાડજો.

શ્રીહરિ ને સહુ સંતો રાજા ઉપર ઘણા રાજી થયાને ઉતારે પધાર્યા.

  • ભગવાન શ્રીસ્વામિનારાયણ….. 🙏