સદગુરુ ગુણાતિતાનંદ સ્વામી એક વખત સત્સંગ વિચરણ મા ઉપલેટા પધાર્યા. ઉપલેટા થી ભાયાવદરના રસ્તે જાતા હરિભક્ત આહિર નારાયણભાઇનુ ખેતર આવ્યું.
Gujarati
ગુણાતિતાનંદ સ્વામી અને નારાયણભાઇના ચીભડા
સદગુરુ ગુણાતિતાનંદ સ્વામી એક વખત સત્સંગ વિચરણ મા ઉપલેટા પધાર્યા. ઉપલેટા થી ભાયાવદરના રસ્તે જાતા હરિભક્ત આહિર નારાયણભાઇનુ ખેતર આવ્યું. ખેતરમાં એ સમયે રાજગરા ચીભડા બહુ સારા થયેલા. તે નારાયણભાઇએ સ્વામીને આગ્રહ કરીને સંતોને ચીભડા જમાડવા આગ્રહ કર્યો. સ્વામી રાજી થયા, ને ઝાડ હેઠે બેહારયા, ને નારાયણભાઇ દોડતા ગયા ને ફાળિયાની ફાંટ ભરીને કૂણા કૂણા ચીભડા લાવ્યા તે ધોઇને ઠાકોરજીને ધરાવી ને સહુ સંતો ને જમાડ્યા. નારાયણભાઇ બોલ્યા કે સ્વામી..! એક અરજ છે કે ખેતર મા ચીભડા બહુ સારા થયા છે તો જુનાગઢ ધીંગાધણી રાધારમણ દેવ ને સીધ્ધેશ્વર મહારાજને ધરાવવા ને અથાણું કરવા ચીભડા લઇ જાઓ. સ્વામી રાજી થયા ને નારાયણભાઇ ને હા કહી ને બોલ્યા કે, અમે સાધુ તો કેમ કરીને લઇ જઇશુ પણ કાંઇક ગાડાની વ્યવસ્થા કરો તો સારુ..! નારાયણભાઇ કહે ભલે સ્વામી હુ કાંક વ્યવસ્થા કરીને જુનાગઢ મંદિરે પહોંચાડી દઇશ.
આમ જયા વાત કરે છે. ત્યાં બે નાના સાધુઓ બોલ્યા કે ગુણાતિતસ્વામી કથામા વાતું તો એવી મોટી મોટી કરે છે કે, બ્રહ્માંડ મા કયાય જીવને નો વળગાડવા ની કરે છે, ને આયા ચીભડા જેવી વસ્તુ મા વળગ્યા છે. આ વાત ને સદગુરુ ગુણાતિતાનંદ સ્વામી અંતર્યામીપણે જાણી ગયા ને બોલ્યા કે, તમારા વૈરાગ્ય નુ કાય અથાણું નય થાય, અમારા માથે તો મંદિરનો ભાર છે. તો વસ્તુ પદાર્થ તો જોઇને…! આ હરિભક્તો નો ઠાકોરજીનો ભાવ હોય તો એમ વર્તવું ને એમને રાજી કર્યે જ સાચી સાધુતા પણ છે. એમ કહીને બને સાધુઓને મીઠો ઠપકો દીધો. સંતો તો થોડીવાર મા ભાયાવદર જવા નીકળી ગયા. તરત જ આહિર નારાયણભાઇએ એક ઉંટ ભાડે કરીને વીસ મણ ચીભડાના ગાંસડા જુનાગઢ મંદિરે ઠાકોરજીને દેવને અથાણા સારુ મોકલાવીને તકની સેવા કરી.
સદગુરુ ગુણાતિતાનંદ સ્વામી એ વાતો મા પણ એમણે કહ્યું છે કે, એક સાધુ એ મહારાજ ને કહ્યું કે આ અડબંગા જેવા સાધુ દીધા છે. તે એવા હારે રેવુ નથી, મને બીજા મંડળ મા મુકો. ત્યારે શ્રીજીમહારાજ કહે તમને કપિલ કે દત્તાત્રેય જેવા દઇએ તો કેમ ? ત્યારે એ સાધુ કહે, તો તો બહુ સારું હો મહારાજ…! આ સાંભળી શ્રીજીમહારાજ બોલ્યા કે આ બધાય સાધુ એવા જ છે. બસ એના ઐશ્વર્ય દબાવી દીધા છે. તે ભેળા રહે છે.
- શ્રીહરિચરિત્ર ચિંતામણિ….. 🙏