નળકાંઠા ના વિસ્તારમા રેથળ કરીને નાનું એવું ગામડું છે. આ રેથળ ગામમાં લાલજીભાઇ કરીને એક વીંહ-એકવીહ વરહના પુરવ જન્મના મુમુક્ષુ રહે.
Gujarati
રેથળના લાલજીભાઇ (ઉત્તમાનંદ સ્વામી) અને મહાદેવના આશીર્વાદ
નળકાંઠા ના વિસ્તારમા રેથળ કરીને નાનું એવું ગામડું છે. આ રેથળ ગામમાં લાલજીભાઇ કરીને એક વીંહ-એકવીહ વરહના પુરવ જન્મના મુમુક્ષુ રહે. નાનપણ થી જ અલગારી આતમો તે વૈરાગી જેવુ જ જીવન જીવે, એમના ગામમા ચોરે ને શીવાલયે પરોક્ષના સાધુ સંતો ના પૃસંગે કરીને એમને નાની વય મા જ ભગવાનને ભેટવાની અદમ્ય ઇચ્છા જાગી તે પોતે ઘરે રહ્યા થકા જ સાધના પૃધાન જીવન જીવવા મંડયા. કોઇ સીધ્ધ મહાત્મા મળે ને ભગવાનનો ભેટો કરાવે એ ઇચ્છા એ પોતે ઘણા દેવસ્થાનો મા દર્શન કરતા કરતા ફર્યા પણ ઓલી કહેવત છે ને તે ઝાંકુ દેખી છાતી ઠરે વાંકા પડ્યા દૂકાળ એમ કોઇ એવા સમર્થ સંત ન મળ્યા કે જે પૃગટ ભગવાનનો ભેટો કરાવે.
અંતે ફરતા ફરતા ધોળકા થી ચાર ગાઉ દુર આવેલા ગોધનેશ્વર મહાદેવ ના મંદિરમા ગયા ને દર્શન કર્યા. મહાદેવ ના દર્શન કરીને પોતે વિચાર કર્યો કે આહી એકાંત મા રહીને ગોધનેશ્વર મહાદેવ ની કઠીન તપશ્ચર્યા કરીને પૃસન્ન કંરુ. પોતે એક વખત અલ્પ આહાર કરે, બબ્બે-ચાર દિવસ ના એકધારા ઉપવાસ કરે, દિવસ મા એક જ વખત દૂધ કે ફળાહાર કરે, ક્યારેક ક્યારેક તો વૃક્ષના પાંદડાને પાણી થી દિવસ ગુજારે ને બાકી નો સમય પોતે મહાદેવદાદા ની સાધના મા જ સમય વ્યતિત કરવા લાગ્યા. આમ લાંબા સમયની તપશ્ચર્યા પછી એકદિવસ ગોધનેશ્વર મહાદેવ પૃસન્ન થયા ને બોલ્યા કે લાલજી તમે.. પૃગટ ભગવાનના દર્શન ઇચ્છા સારુ જે સાધના કરો છો એનાથી હુ પૃસન્ન થયો છુ તમારી ઇચ્છા અનુસાર ભગવાન પૃગટ હાલ સ્વામિનારાયણ નામે વિચરણ કરે છે જે આજ થી થોડે દિવસ પછી તમારા ગામની બાજુમાં મછીયાવ ગામ છે ત્યાં પધારશે. તમે એ સલૂણી છબીના દર્શન કરજો તમારી તમામ મનોકામના પરિપૂર્ણ કરશે. આમ ભગવાન ભોળાનાથ ના દર્શન થતા જ લાલજીભાઇ તો ખુશ ખુશ થય ગયા ને મહાદેવજી ને પગે લાગીને આશીર્વાદ લઇને પોતાને ગામ રેથળ પધાર્યા.
પછે તો દિવસ રાત્ય બસ એક જ રટણ કે ક્યારે મારો વાલો મને દર્શન દેવા મછીયાવ પધારે, મનમા વીચારે કે રખે ને પૃભુ પધારે ને હુ દર્શન ચુકી જાઉં એ વાતે મછીયાવના રસ્તે આવતા જાતા બધાય ને લગભગ રોજ પોતે ઉત્કંઠાથી પુછયા જ કરે. એકદિવસ એ સોનાનો સુરજ ઉગયો, સર્વેશ્વર શ્રીહરિ માણકીએ અસવાર થતા થકા મોટા મોટા નંદસંતો ના મંડળ સાથે ફઇબા ના મછીયાવ પધાર્યા. લાલજીભાઇ તો હોંશે હોંશે દર્શન કરવા પોગી ગયા, જઇને પોતે સભામા આગળ જઇ ને શ્રીહરિના ચરણે ધબોધબ દંડવત કરવા મંડયા. પોતાનો આજ મનનો સંકલ્પ પુરો થયો તે હરખના આસુંડે શ્રીહરિના ચરણો ભીંજવી દીધા. શ્રીહરિએ ઉભા કર્યા બાથ મા ઘાલી ને ભેટ્યા ને સભામા બેસાડ્યા. શ્રીહરિએ લાલજીભાઇ ના ગોધનેશ્વર મહાદેવની તપશ્ચર્યા ને દર્શન ની વિગતે વાત કહી સંભળાવી. લાલજીભગતને મનમા બધાય સંકલ્પો ટળી ગયા ને અપાર શાંતિ થઇ. લાલજીભાઇ બોલ્યા કે હે પૃભુ..! અનંત જન્મોથી આ જીવ આ ભવાટવી મા ભટકી ભટકી ને થાક્યો છે, આજ તમારો પૃત્યક્ષ દરશ-સ્પર્શ નો યોગ થયો છે હવે મને ક્યાંય જાવુ નથી. મને પૃભુ તમારી સેવા મા રાખો ને સાધુ કરો.
શ્રીહરિ એ થોડા દિવસ પોતાની સાથે રાખ્યા ને પછે એકદિવસ ભગવી સાધુ દિક્ષા આપી ને ઉત્તમાનંદ સ્વામી નામ પાડ્યું ને પોતાની સેવા મા રાખ્યા.
આમ રેથળ ગામના એકવીંહ વરહના લાલજીભાઇ સાધુ બનીને પોતે આજીવન શ્રીહરિના દાસ બની રહ્યા.
- બ્રહ્મનિષ્ઠ સંતો… 🙏