શ્રીજીમહારાજ કહે તારા આજ સુધીના બધાય પાપકર્મ બળીને ભસ્મ થય ગયા, હવે શુધ્ધ જીવન જીવીને આ મનુષ્ય જીવન ને સાર્થક કરી લેજે. ગણિકા કહે હે પૃભુ આપની દ્રષ્ટીમાત્રથી મારી તમામ કામવૃતિ નાશ પામી ગઇ છે. પૃભુ એક અરજ છે કે તમે મારા નરકાગાર મા એકવાર પધારો તો મારુ ઘર પાવન થાય. 🙇‍♂️

Gujarati

જેતલપુર ની ગણિકા નો ઉદ્ધાર અને યજ્ઞ

શ્રીહરિએ જેતલપુર મા ભવ્યાતિભવ્ય યજ્ઞ કર્યો તે ગામોગામના હરિભક્તોના સંઘ દર્શને આવતા જતા. આખાયે જેતલપુરના આબાલ-વૃદ્ધ તન મન ધનથી 💰 સેવા કરીને પોતાના જીવનને ધન્ય કરતા હતા. સર્વેશ્વર શ્રીહરિ પણ બધાય ની વચ્ચે સેવાના અખાડા માં જઇ જઇને સૌને કૃતાર્થ કરતા હતા. શ્રીહરિએ લક્ષ્મીબાઇ નામની ગણિકાને પણ ઘઉ દળવાનો ટોપલો અપાવ્યો. વળતા દિવસે લક્ષ્મીબાઇએ આવીને શ્રીહરિને પૃાર્થના 🙏 કરી કે હે મહારાજ આપતો અધમઓધારણ ને પતિતપાવન છો તે મારા જેવી પાપી નારી ને સેવા આપીને બહુ મોટી કૃપા કરી.

શ્રીહરિ કહે તમે હાથે ઘઉ દળીને લાવ્યા? તે બાઇ કહે હે મહારાજ, મે મારા હાથે જ એ ઘંટીએ દળ્યું એમ કરીને પોતાના હાથમા ફોલ્લા પડેલા એ બતાવ્યા.

શ્રીજીમહારાજ કહે તારા આજ સુધીના બધાય પાપકર્મ બળીને ભસ્મ થય ગયા, હવે શુધ્ધ જીવન જીવીને આ મનુષ્ય જીવન ને સાર્થક કરી લેજે. ગણિકા કહે હે પૃભુ આપની દ્રષ્ટીમાત્રથી મારી તમામ કામવૃતિ નાશ પામી ગઇ છે. પૃભુ એક અરજ છે કે તમે મારા નરકાગાર મા એકવાર પધારો તો મારુ ઘર પાવન થાય. 🙇‍♂️

શ્રીજીમહારાજ કહે જાઓ અમે તમારા ઘરે કાલે સંતો ભક્તો સાથે પધારશુ 🙂 પણ તમે તમારા ઘરને ધોઇને સાફ-સૂફ કરી રાખજો. વળતા દિવસે શ્રીહરિએ એ લક્ષ્મીબાઇના ઘરને પાવન કરવા જાવા નિશ્ચય કર્યો ને સદગુરુ મુકતાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી ને બૃહ્માનંદ સ્વામી વગેરે સંતોને સાથે લીધા.

લક્ષ્મીબાઇને તો આજ જાણે સોનાનો સૂરજ ઉગયો હોય એમ હરખે હરખે વહેલા ઉઠીને નાહી ધોઇ પવિત્ર થઇને ઘર સાફસૂફ 🧹 કરી ને દિવાલે ચૂનો કરાવી, નવા ચાંદીના વાસણો પણ મહારાજને રસોઇ કરવા કાઢ્યા. શ્રીહરિને પધરાવવા પોતે નવો પલંગ પાથર્યો ને મસૂરીયા ગાદલા નંખાવી ને બેઠક કરી ને સંતો સારુ પણ બેઠક કરાવી. આજ એના હૈયામાં હરખ સમાતો નથી. શ્રીહરિ સંતો સાથે પધાર્યા તે બાઇએ પુજન કર્યું ને પંચાગ પૃણામ કરયા.

શ્રીહરિ પોતે આજ બૃાહ્મણ પુજારી ને બધી સૂચના અપાવી તૈયારી કરાવતા હતા ને બીજા બૃાહ્મણો પાસે રસોઇ કરાવતા હતા. એ સમયે શ્રીહરિના સખા એવા બૃહમમુનિ પુછયુ કે હે મહારાજ આ બાઇ નુ તમે કલ્યાણ કરશો ને? ત્યારે મહારાજ કહે હા આમનું કલ્યાણ અમે તમારા જેવુ જ કરીશુ. સ્વામીને આશ્ચર્ય થયું કે પુછયુ હે મહારાજ…! આજ એનું કાય પુણ્ય પાક્યું હશે ને..! શ્રીહરિ બોલ્યા કે સ્વામી તમે એમના બાહ્ય દેહને જુઓ છો પણ અમે એના અંતરના ભાવને જાણીએ છીએ.

આ સાંભળતા તો બૃહ્મમુનિ ની આંખ્ય ભીની થઇ ગઇ, એમને થયું કે આ બાઇએ આજ પશ્ચાત્તાપ રુપી આંસુઓથી શ્રીહરિને રાજી કરીને પોતાનું કાજ કરી લીધું. આજ તો અખિલ વિશ્વનો આધાર એને સામે ચાલીને અક્ષરધામ દેવા પધાર્યા છે.

શ્રીહરિ એના આવાસ મા બધેય ફરયા ને જેમ કૂબજાને ઘેર શ્રીકૃષ્ણ પધાર્યા ને પાવન કરી એજ સમો આજ ફરીને થયો છે. પવિત્ર બૃાહ્મણોએ થાળ 🍲 તૈયાર કરતા શ્રીહરિ જમવા પધાર્યા. બાઇને થાળની પૃસાદી આપી. સંતોને હેતે પીરસીને જમાડ્યા. સૌ જમીને પરવાર્યા પછે કિરતનભકિત 🎶 થઇ તે બાઇના હરખને જોઇને સદગુરુ મુકતાનંદ સ્વામી એ કિરતન ગાયું કે…

સજનિ કોડે આનંદ મારા ઘર શ્રીજી પધાર્યા.....!
આવી મારા તનડાના તાપ નિવાર્યા રે...!
સજનિ કોડે આનંદ મારે ઘેર...
Shree Swaminarayan Mandir Kalupur · Sajani Kode Ana
  • ભગવાન શ્રી સ્વામિનારાયણ…. 🙏

Goto Naviagation👇


Hindi

जेतलपुर नी गणिका नो उद्धार अने यज्ञ

श्रीहरिए जेतलपुर मा भव्यातिभव्य यज्ञ कर्यो ते गामोगामना हरिभक्तोना संघ दर्शने आवता जता. आखाये जेतलपुरना आबाल-वृद्ध तन मन धनथी 💰 सेवा करीने पोताना जीवनने धन्य करता हता. सर्वेश्वर श्रीहरि पण बधाय नी वच्चे सेवाना अखाडा मां जइ जइने सौने कृतार्थ करता हता. श्रीहरिए लक्ष्मीबाइ नामनी गणिकाने पण घउ दळवानो टोपलो अपाव्यो. वळता दिवसे लक्ष्मीबाइए आवीने श्रीहरिने पृार्थना 🙏 करी के हे महाराज आपतो अधमओधारण ने पतितपावन छो ते मारा जेवी पापी नारी ने सेवा आपीने बहु मोटी कृपा करी.

श्रीहरि कहे तमे हाथे घउ दळीने लाव्या? ते बाइ कहे हे महाराज, मे मारा हाथे ज ए घंटीए दळ्युं एम करीने पोताना हाथमा फोल्ला पडेला ए बताव्या.

श्रीजीमहाराज कहे तारा आज सुधीना बधाय पापकर्म बळीने भस्म थय गया, हवे शुध्ध जीवन जीवीने आ मनुष्य जीवन ने सार्थक करी लेजे. गणिका कहे हे पृभु आपनी द्रष्टीमात्रथी मारी तमाम कामवृति नाश पामी गइ छे. पृभु एक अरज छे के तमे मारा नरकागार मा एकवार पधारो तो मारु घर पावन थाय. 🙇‍♂️

श्रीजीमहाराज कहे जाओ अमे तमारा घरे काले संतो भक्तो साथे पधारशु 🙂 पण तमे तमारा घरने धोइने साफ-सूफ करी राखजो. वळता दिवसे श्रीहरिए ए लक्ष्मीबाइना घरने पावन करवा जावा निश्चय कर्यो ने सदगुरु मुकतानंद स्वामी, नित्यानंद स्वामी ने बृह्मानंद स्वामी वगेरे संतोने साथे लीधा.

लक्ष्मीबाइने तो आज जाणे सोनानो सूरज उगयो होय एम हरखे हरखे वहेला उठीने नाही धोइ पवित्र थइने घर साफसूफ 🧹 करी ने दिवाले चूनो करावी, नवा चांदीना वासणो पण महाराजने रसोइ करवा काढ्या. श्रीहरिने पधराववा पोते नवो पलंग पाथर्यो ने मसूरीया गादला नंखावी ने बेठक करी ने संतो सारु पण बेठक करावी. आज एना हैयामां हरख समातो नथी. श्रीहरि संतो साथे पधार्या ते बाइए पुजन कर्युं ने पंचाग पृणाम करया.

श्रीहरि पोते आज बृाह्मण पुजारी ने बधी सूचना अपावी तैयारी करावता हता ने बीजा बृाह्मणो पासे रसोइ करावता हता. ए समये श्रीहरिना सखा एवा बृहममुनि पुछयु के हे महाराज आ बाइ नु तमे कल्याण करशो ने? त्यारे महाराज कहे हा आमनुं कल्याण अमे तमारा जेवु ज करीशु. स्वामीने आश्चर्य थयुं के पुछयु हे महाराज…! आज एनुं काय पुण्य पाक्युं हशे ने..! श्रीहरि बोल्या के स्वामी तमे एमना बाह्य देहने जुओ छो पण अमे एना अंतरना भावने जाणीए छीए.

आ सांभळता तो बृह्ममुनि नी आंख्य भीनी थइ गइ, एमने थयुं के आ बाइए आज पश्चात्ताप रुपी आंसुओथी श्रीहरिने राजी करीने पोतानुं काज करी लीधुं. आज तो अखिल विश्वनो आधार एने सामे चालीने अक्षरधाम देवा पधार्या छे.

श्रीहरि एना आवास मा बधेय फरया ने जेम कूबजाने घेर श्रीकृष्ण पधार्या ने पावन करी एज समो आज फरीने थयो छे. पवित्र बृाह्मणोए थाळ 🍲 तैयार करता श्रीहरि जमवा पधार्या. बाइने थाळनी पृसादी आपी. संतोने हेते पीरसीने जमाड्या. सौ जमीने परवार्या पछे किरतनभकित 🎶 थइ ते बाइना हरखने जोइने सदगुरु मुकतानंद स्वामी ए किरतन गायुं के…

सजनि कोडे आनंद मारा घर श्रीजी पधार्या.....!
आवी मारा तनडाना ताप निवार्या रे...!
सजनि कोडे आनंद मारे घेर...
Shree Swaminarayan Mandir Kalupur · Sajani Kode Ana
  • भगवान श्री स्वामिनारायण…. 🙏

Goto Naviagation👇


English

jetalapur nī gaṇikā no uddhār ane yagna

Shrīharie jetalapur mā bhavyātibhavya yagna karyo te gāmogāmanā haribhaktonā sangha darshane āvatā jatā. Ākhāye jetalapuranā ābāla-vṛuddha tan man dhanathī 💰 sevā karīne potānā jīvanane dhanya karatā hatā. Sarveshvar shrīhari paṇ badhāya nī vachche sevānā akhāḍā māan jai jaine saune kṛutārtha karatā hatā. Shrīharie lakṣhmībāi nāmanī gaṇikāne paṇ ghau daḷavāno ṭopalo apāvyo. Vaḷatā divase lakṣhmībāie āvīne shrīharine pṛuārthanā 🙏 karī ke he mahārāj āpato adhamaodhāraṇ ne patitapāvan chho te mārā jevī pāpī nārī ne sevā āpīne bahu moṭī kṛupā karī.

Shrīhari kahe tame hāthe ghau daḷīne lāvyā? Te bāi kahe he mahārāja, me mārā hāthe j e ghanṭīe daḷyuan em karīne potānā hāthamā follā paḍelā e batāvyā.

Shrījīmahārāj kahe tārā āj sudhīnā badhāya pāpakarma baḷīne bhasma thaya gayā, have shudhdha jīvan jīvīne ā manuṣhya jīvan ne sārthak karī leje. Gaṇikā kahe he pṛubhu āpanī draṣhṭīmātrathī mārī tamām kāmavṛuti nāsh pāmī gai chhe. pṛubhu ek araj chhe ke tame mārā narakāgār mā ekavār padhāro to māru ghar pāvan thāya. 🙇‍♂️

Shrījīmahārāj kahe jāo ame tamārā ghare kāle santo bhakto sāthe padhārashu 🙂 paṇ tame tamārā gharane dhoine sāfa-sūf karī rākhajo. Vaḷatā divase shrīharie e lakṣhmībāinā gharane pāvan karavā jāvā nishchaya karyo ne sadaguru mukatānanda swāmī, nityānanda swāmī ne bṛuhmānanda swāmī vagere santone sāthe līdhā.

Lakṣhmībāine to āj jāṇe sonāno sūraj ugayo hoya em harakhe harakhe vahelā uṭhīne nāhī dhoi pavitra thaine ghar sāfasūf 🧹 karī ne divāle chūno karāvī, navā chāandīnā vāsaṇo paṇ mahārājane rasoi karavā kāḍhyā. Shrīharine padharāvavā pote navo palanga pātharyo ne masūrīyā gādalā nankhāvī ne beṭhak karī ne santo sāru paṇ beṭhak karāvī. Āj enā haiyāmāan harakh samāto nathī. Shrīhari santo sāthe padhāryā te bāie pujan karyuan ne panchāg pṛuṇām karayā.

Shrīhari pote āj bṛuāhmaṇ pujārī ne badhī sūchanā apāvī taiyārī karāvatā hatā ne bījā bṛuāhmaṇo pāse rasoi karāvatā hatā. E samaye shrīharinā sakhā evā bṛuhamamuni puchhayu ke he mahārāj ā bāi nu tame kalyāṇ karasho ne? Tyāre mahārāj kahe hā āmanuan kalyāṇ ame tamārā jevu j karīshu. Svāmīne āshcharya thayuan ke puchhayu he mahārāja…! Āj enuan kāya puṇya pākyuan hashe ne..! Shrīhari bolyā ke swāmī tame emanā bāhya dehane juo chho paṇ ame enā aantaranā bhāvane jāṇīe chhīe.

Ā sāanbhaḷatā to bṛuhmamuni nī āankhya bhīnī thai gai, emane thayuan ke ā bāie āj pashchāttāp rupī āansuothī shrīharine rājī karīne potānuan kāj karī līdhuan. Āj to akhil vishvano ādhār ene sāme chālīne akṣharadhām devā padhāryā chhe.

Shrīhari enā āvās mā badheya farayā ne jem kūbajāne gher shrīkṛuṣhṇa padhāryā ne pāvan karī ej samo āj farīne thayo chhe. Pavitra bṛuāhmaṇoe thāḷ 🍲 taiyār karatā shrīhari jamavā padhāryā. Bāine thāḷanī pṛusādī āpī. Santone hete pīrasīne jamāḍyā. Sau jamīne paravāryā pachhe kiratanabhakit 🎶 thai te bāinā harakhane joine sadaguru mukatānanda swāmī e kiratan gāyuan ke…

Sajani koḍe ānanda mārā ghar shrījī padhāryā.....! 
Āvī mārā tanaḍānā tāp nivāryā re...! 
Sajani koḍe ānanda māre ghera...
Shree Swaminarayan Mandir Kalupur · Sajani Kode Ana
  • bhagavān shrī swāminārāyaṇa…. 🙏