મારવાડના જોધપુરમા એક સુખી સંપન્ન ખેતીવાડી કરતો પરિવાર હતો. તેમાં યુવાન દિકરાને વિશે એના વૃદ્ધ પિતા ને ખુબ હેત હતું તે મરવા ટાણે એ આસકિત ની કારણે ભૂત થયા.

Gujarati

શ્વેતવૈકુંઠાનંદ સ્વામી અને પિતાનો ઉદ્ધાર

મારવાડના જોધપુરમા એક સુખી સંપન્ન ખેતીવાડી કરતો પરિવાર હતો. તેમાં યુવાન દિકરાને વિશે એના વૃદ્ધ પિતા ને ખુબ હેત હતું તે મરવા ટાણે એ આસકિત ની કારણે ભૂત થયા. એ દિકરાને જ રોજ રાતે ભૂત સ્વરુપે દર્શન થાય તે એમણે પિતાના મોક્ષાર્થે ઘણાય ઉપાય કર્યા પણ આત્માનો છુટકારો થયો નહી. યુવાન દિકરા એ વિચાર કર્યો કે મારા બાપનું કલ્યાણ કરવું એ મારો પુત્રધર્મ છે એમ વિચારી પોતે રોકડા પાંચસો રુપીયા ની વાંહળી કેડ્યે બાંધીને ભગવા વસ્ત્રો પેરીને સાધુના વેશે ઘોડેસવાર થતો થકો ગોકુળ, મથુરા, હરિદ્વાર, ઋષીકેશ વગેરે સ્થાનકો એ તર્પણ વિધી-સરાવણું કરાવયુ. પોતે પિતાના મોક્ષાર્થે જગન્નાથપુરી ને દ્વારિકાની યાત્રા કરીને ત્યાં ગોમતી ના ઘાટ ઉપર છાપ પણ લીધી પણ નિષ્ફળ ગયા. ત્યાથી ચાલ્યો તે પૃભાસપાટણ ને સોમનાથ દર્શન કર્યા ને જુનાગઢ આવ્યા ને દામોદર કૂંડમા તર્પણવિધી કરાવી. આટઆટલા તિર્થસ્થાનો એ દર્શન ને તર્પણ કરવા છતા એમના પિતાનો મોક્ષ થયો નહી ને રોજ રાતે એમને પિતા ના ભૂતરુપે દર્શન થયા કરે.

યુવાન કંટાળી ને એવો વિચાર કર્યો કે હવે તો મારે આપઘાત કરીને જીવન ટૂંકાવી નાંખવુ. એ સમયે એને એકરાતે જુનાગઢમા ગિરનારની ગોદમાં રણછોડરાયજીએ દર્શન દીધા ને કીધુ કે તારા પિતાના મોક્ષ પ્રયાસની તારી આ યાત્રા થી હુ ખુબ પૃસન્ન થયો છુ, તુ હાલ ગઢડે જા ત્યાં સાક્ષાત પૃગટ ભગવાન સ્વામિનારાયણ બીરાજે છે તો એમના દર્શન કરજે ત્યાં તારા બધાય તાપ સંતાપ શમી જશે ને તારા પિતા નો પણ મોક્ષ થશે.

એ મારવાડી યુવાન તો તરતજ ઘોડેસવાર થઇને ગઢપુર ચાલ્યો. જયા ગઢપુરની સીમમાં દાખલ થયો તયા તો મનમા શાંતિ થવા માંડી ને બધી વિહ્વળતા શમી ગઇ. દરબારગઢ મા દાખલ થયા ત્યાં તો સત્સંગની માં સદગુરુ મુકતાનંદ સ્વામી પોતાની ધિરગંભીર વાણી મા કથા કરતા હતા. એ યુવાન તો ઘોડેથી ઉતરી ને દોડીને સ્વામીના ચરણે પડી ગયો ને રડવા લાગ્યો. સ્વામીએ તુરતંજ ઉભા કર્યા ને ધિરજ આપીને પુછયુ કે તમે કોણ છો? ત્યારે યુવાન બોલ્યો કે હુ મારવાડના જોધપુર થી આવું છુ. મારા પિતાની અવગત થતા એ ભૂત થયા છે એમના મોક્ષાર્થે હુ કેટકેટલાય તિર્થ સ્થાન મા ફર્યો ને તર્પણ કર્યા પણ હજુ એ મને રોજ રાતે ભુતરુપે દર્શન દીએ છે. હવે તો તમે મારા પિતાનો ઉધ્ધાર કરો. મે આ ભગવા વસ્ત્રો તો મારગ મા કોઇ લૂંટે નય એટલે હાથે પેરયા છે પણ હુ ખરેખરે તો એક ગૃહસ્થ નો દિકરો જ છુ. મને તમે સ્વામિનારાયણ ભગવાન ના દર્શન કરાવો તો મારા પિતાનો મોક્ષ થાય ને મારી આ યાત્રા સફળ થાય.

સદગુરુ મુકતાનંદ સ્વામી કહે સ્વામિનારાયણ ભગવાન તો હાલ કારીયાણી ગામે બીરાજે છે પણ આજે રોંઢે ચાર વાગ્યે ગઢપુર પધારવા ના છે તો તમને એમના ચોક્કસ દર્શન થશે.

બપોર પછી મહારાજ પધારતા જાણી ને સૌ સામૈયું કરીને સામા ગયા ને દરબારગઢ મા વાજતે ગાજતે આવ્યા. એ યુવાન તો માણકી ઘોડીએ અસવાર શ્રીહરિના મોજડી પકડી ને પેંગડાએ જ વળગી પડ્યો ને પોતાની અશ્રુધારાથી શ્રીહરિની મોજડીને ભીની કરી દીધી. સદગુરુ મુકતાનંદ સ્વામીએ ધિરજ આપીને મહારાજ ને એની બધીય વાત્ય કરી. શ્રીજીમહારાજ અક્ષરઓરડી એ પધાર્યા ને સાંજનો થાળ જમીને સભા મા બેઠા એટલે મુકતાનંદ સ્વામીની સાથે એ યુવાન પણ સભામા બેઠો. શ્રીજી મહારાજ કહે હે સ્વામી એમના પિતાને એના વીશે ખુબ પૃેમાસકિત હતી એ અંતકાળે સાંભરી આવતા ભૂત થયેલ પણ આ અમે એના જીવને ઘેલામા સ્નાન કરાવીને બદરીકાશ્રમ મોકલી દીધા છે. એમનુ હવે કલ્યાણ થશે.

શ્રીહરિએ મુળજી બૃહમચારી ને બોલાવી ને થાળની પૃસાદી અપાવી ને એ યુવાન ને પૃેમે કરીને જમાડ્યો.

એ દિવસથી એના પિતાના એમને રાતે દર્શન થતા બંધ થય ગયા. બીજા દિવસે એ શ્રીહરિએ એમને પુછયુ કે અહીયા રહેવું છ તો એમણે હા કહી એટલે પાર્ષદ દીક્ષા આપીને સદગુરુ સચ્ચિદાનંદ સ્વામી સાથે લક્ષ્મીવાડીએ સેવામાં રાખ્યા. એ પાર્ષદ રહ્યા થકા પાંચ વરહ સુધી લક્ષ્મીવાડીએ ફળફુલ બગીચા ની સેવા કરીને શ્રીહરિને સર્વસંતો ભક્તોને ખૂબ રાજી કર્યા. એકદિવસ દરબારગઢમા આવ્યા ને શ્રીહરિને દર્શન કરીને બોલ્યા કે હે મહારાજ હવે તમે મને સાધુ કરો.! સર્વસુજાણ શ્રીહરિ બોલ્યા કે ભગત પાર્ષદ રહેવા મા કાય વાંધો છે કે? ત્યારે પાર્ષદ કહે કે હે મહારાજ…! વાડીએ સેવા કરવામા તો ઘણો આનંદ છે પણ તયા આ તમારા ને આ દિવ્યસભાના દર્શન ને આ વાતો સાંભળવા મળતી નથી એ એક ખોટ્ય છે.

શ્રીહરિ એ એમને સાધુ કર્યા ને દિક્ષા આપીને શ્વેતવૈકુંઠાનંદ નામ પાડ્યું. પોતે જીવનભર શ્રીહરિના સંતમંડળના પરમહંસ બની રહ્યા.

  • શ્રીહરિચરિત્ર ચિંતામણિ..! 🙏