એકવખત દિવબંદર ના વણિક પોતાનું વહાણ ભરીને દરીયાના માર્ગે વેપાર અર્થે જતા હતા. અધવચ્યે દરીયાના તોફાન મા પોતાનું વહાણ સપડાયું.
Gujarati
પ્રભાનંદ સ્વામી અને શ્રીજી મહારાજની સર્વોપરિતા
એકવખત દિવબંદર ના વણિક પોતાનું વહાણ ભરીને દરીયાના માર્ગે વેપાર અર્થે જતા હતા. અધવચ્યે દરીયાના તોફાન મા પોતાનું વહાણ સપડાયું તે મનોમન ભગવાન દ્વારિકાદિશ પૃભુ ને મનોમન આર્તનાદથી પૃારથના કરી હે હે પૃભુ મારો આમા ઉગારો થશે તો હુ આમા થી અડધું દ્વવ્ય તમને અર્પણ કરીશ. ભગવાન દ્વારકાધિશ પૃભુએ એની અરજ સાંભળી તે હેમખેમ પહોંચ્યા. પોતાનો અર્ધો ભાગ પૃભુને અર્પણ કરવા એ વણિક દ્વારિકા જાવા નીકળ્યા ને રસ્તામા એક ગામે ધર્મશાળા મા રાતવાસો કરવા રોકાયા. ત્યાં સમાચાર મળ્યા કે ગામમાં સમર્થ સંત સદગુરુ રામાનંદ સ્વામી પધાર્યા છે. વણિક પોતે પુરવજનમ ના મુમુક્ષુ તે થયું કે આવા પવિત્ર સંતના દર્શન કરીશ તો મારી યાત્રા સફળ થશે અમ વિચારી ને સ્વામીને દર્શને પધાર્યા. સદગુરુ રામાનંદ સ્વામીએ વણિક ને અંતર્યામીપણે બધીય વિગત કહી સંભળાવી તો એમને તો ગુરુભાવ જાગ્યો ને એમના પાસે જ રોકાયા ને ઠાકોરજી નો અર્ધો ભાગ સ્વામીને જ અર્પણ કરી દીધો, ને સ્વામી ના આશ્રીત થયા. થોડોસમય સ્વામી હારે રોકાઇ ને પોતે પોતાના ઘેર આવ્યા.
સમય જતા એમને ખબર પડી કે મારા ગુરુ રામાનંદ સ્વામી તો અક્ષરધામ સીધાવયા છે ને એમના સ્થાને કોઇ નાના એવા વર્ણી આવ્યા છે એમના દર્શન ને પરિક્ષા લેવા આ વણિકને ઇચ્છા થઇ. મનમા થયું કે મારા ગુરુ સદગુરુ રામાનંદ સ્વામી તો સમર્થ હતા પણ એના ઉત્તરાધિકારી ને ચકાસીને પછે જ શરણુ લઉ એમ વિચારી ને અનેક મનમા સંકલ્પો સાથે પોતે શ્રીજીમહારાજ પાસે આવ્યા ને પગે લાગીને સભા મા બેઠા. શ્રીજીમહારાજે તુરંત જ સભા મા એક પાંચ વરહ ના બાળક ને કહ્યું કે આ શેઠ પોતાના મનમા કઇક સંકલ્પો કરીને આવ્યા છે તે આ સભા મા સહુ ને કહો…! એમ કરીને એ બાળક પાહે આ વણિકશેઠની વાત્ય ને વિગતે સભા ને કરાવી.
વણિકશેઠ તો મનને મનમા આભા જ રહી ગયા ને અવાક્ થય ગયા. મનમા એમ વિચાર્યું કે આ પાંચ વરહ ના બાળક મા આટલી શકિત પૃેરી છ તો મારા મનના સંકલ્પો જાણી ને બોલે છે તો એમના આ પાંચસો પરમહંસો કેવા હશે ને એ કરતાય પોતે કેવા સર્વોપરી હશે. એમ અહોભાવ થી વિચાર કરીને ઉભા થઇ ને શ્રીહરિ ચરણે ધબોધબ દંડવત કરવા મંડયા. એ વણિકશેઠ પોતે તો મહારાજને સંતો સાથે જ રોકાય ગયા ને ત્રણ ચાર વરહ સુધી એમ જ નાની મોટી બધીય સેવા કરી.
એકદિવસ પોતે શ્રીહરિ પૃાર્થના કરી કે હે પૃભુ હવે મને તમારો સાધુ કરો, હવે મને ઘરે જાવુ નથી ને હવે તમારી ને આ મુકતસભા ની સેવામાજ કાયમ રહેવું છે. શ્રીજીમહારાજે એમને સાધુ દિક્ષા આપીને પૃભાનંદ સ્વામી નામ પાડ્યું. પોતે આજીવન શ્રીહરિ ના દાસ બની રહ્યા.
- ભગવાન શ્રી સ્વામિનારાયણ.. 🙏