એકવખત શ્રીહરિ લાડુબા ના ઓરડાની આથમણી બારની ઓહરીએ ઢોલીયે બીરાજમાન હતા. સુરાખાચર સોમલાખાચર ને મુળજી શેઠ વગેરે હરિભક્તો સન્મુખ બેઠા હતા.

Gujarati

બ્રહ્માનંદ સ્વામીનો મલ્હાર રાગ અને વરસાદ

એકવખત શ્રીહરિ લાડુબા ના ઓરડાની આથમણી બારની ઓહરીએ ઢોલીયે બીરાજમાન હતા. સુરાખાચર સોમલાખાચર ને મુળજી શેઠ વગેરે હરિભક્તો સન્મુખ બેઠા હતા. આ સમયે એક હરિભક્ત આવ્યા ને શ્રીહરિને પગે લાગીને બોલ્યા કે હે મહારાજ..! વગડામાં મોલ સુકાય છે ને ઢોરઢાંખર ને નિરણપુળા ખૂટ્યા છે. હવે કાંક કૃપા કરીને મેહ વરસાવો સારુ. શ્રીહરિ કહે પુર્વે નરસીહ મહેતાએ મલ્હાર રાગ ગાયોને મેહ વરસ્યો હતો, એમ આપણા બૃહ્માનંદ સ્વામી પણ નરસીહ મહેતા જેવા છે. જો એ મલ્હાર રાગ ગાય તો મેહ વરહે…! કોઇ બૃહ્માનંદ સ્વામી ને બોલાવો.

તુરંત જ પાર્ષદ જઇને બૃહમાનંદ સ્વામીને બોલાવી લાવ્યા. સદગુરુ બૃહ્માનંદ સ્વામી એ સારંગી હાથ મા લીધી ને પૃેમાનંદ સ્વામી સાથે મલ્હાર રાગ ગાયો ત્યાં તો પેલા પદમાં વાદળા ઘેરાયા, મોરલાઓ લાંબી ડોક કરી કરીને ગહેંકવા લાગયા, બીજા પદમાં તો આકાશ મા અવળ-ચવળ વીજળી જળુંબવા લાગીને વરસાદી કડાકા ભડાકા થવા લાગ્યા ને ત્રીજુ પદ હજુ શરુ થયું તયા તો બારેમેઘ ખાંગા થયા હોય એમ એકધારે મેહ વરહવા લાગ્યો. દરબારગઢના નેવામાંને ફળીયામા પાણી સમાય નહી એવો ધોધમાર મેહ વરહયો. સીમમાં ખેતી કામકાજે ગયેલા ખેડુંઓ ગામભણી ચાલ્યા. ગૌચર ગયેલા ગાયોના ધણ ગામમાં આવવા લાગ્યા. સર્વત્ર શ્રીહરિની કૃપા છવાઇ રહી. સૌ જનસમાજમાં ખુશી નુ વાતાવરણ થઇ રહ્યું.

સદગુરુ બૃહ્માનંદ સ્વામી ચાર પદ ગાઇ રહ્યા ત્યાં તો શ્રીહરિ ઓસરીએ ઢોલીયે થી રાજી થતા થકા ઉભા થઇને પોતાના ગળામાં પહેરેલ ગુલાબના ફુલનો હાર કાઢીને સ્વામીને હેતે કરીને પહેરાવ્યો. સ્વામી શ્રીહરિએ ચરણે પગે લાગ્યા એટલે રાજી થઇને આશીષ દીધાને તાળી વજાડીને આવેલા સૌ ગઢપુર ને આજુબાજુના ખેડુત ભક્તજનોને શ્રીહરિ બોલ્યા કે જુઓ આપડા આ બૃહ્માનંદ સ્વામી કેવડા મોટા છે. એમણે મેહ વરસાવ્યો ને સાક્ષાત વરુણદેવ એમના દર્શન ને આ મલ્હાર રાગની ગાયકી સાંભળવા ને તુરંત પધાર્યા.

  • શ્રીજીમહારાજ પૃગટની વાતો… 🙇🏻‍♂️🙏