એકવાર શ્રીહરિ વડતાલમાં બીરાજતા હતા, એ વખતે સુરતથી સંઘ દર્શને આવ્યો. બધાએ ભાવે થી દર્શન કર્યા ને મહારાજ સારુ વસ્ત્ર આભૂષણ વગેરે લાવેલા તે ધરાવ્યા.

Gujarati

શ્રીજી મહારાજની સાચી કૃપા અને સંસારનું સુખ

એકવાર શ્રીહરિ વડતાલમાં બીરાજતા હતા, એ વખતે સુરતથી સંઘ દર્શને આવ્યો. બધાએ ભાવે થી દર્શન કર્યા ને મહારાજ સારુ વસ્ત્ર આભૂષણ વગેરે લાવેલા તે ધરાવ્યા ને સભામા બેઠા, શ્રીજીમહારાજે બધાના ખબર અંતર ને વ્યવહારે કેમ છો એ પૃશ્નો પુછયા. એ સમયે સુરત થી આવેલા ગોવિંદ શેઠે શ્રીહરિને પૃશ્ન પુછયો કે હે મહારાજ ! તમે કૃપા કરો તો સુખિયા થાઇએ.” પછી શ્રીહરિ બોલ્યા કે “ગોવિંદ શેઠ, અમે તો ત્યાગી છઇ ને આ વખતે તો બધાને નખશીખ નિવાર્સનિક કરી ને અક્ષરધામમાં લઈ જાવા ને સારુ આ દિવ્ય રીત ચલાવી છે. માટે જો અમે કૃપા કરશું તો દીકરો મરી જાશે, સ્ત્રી નો નાશ થઈ જાશે ને દ્રવ્યાદિક નાશ પામી જાશે ઇત્યાદિ સંસાર સંબંધી સુખ નાશ પામી જાશે.” ત્યારે ગોવિંદ શેઠ હસ્યા ને બોલ્યા કે “ હે મહારાજ…! અમે તો રયા સંસારી તે અમારે તો આ વિના કેમ ચાલે, એ સંસાર સરખો ચાલે છે તો તમારા ને આ સંતોના દરશ-સ્પરશ નો સંબધ સહેજે રહે છે. તમારી કૃપા તમારી પાસે રાખો, અમારે એ કૃપા જોઈતી નથી.” ત્યારે શ્રીહરિ હસતા હસતા બોલ્યા કે “અમે આપી તે પાછી લેતા નથી.” ત્યારે ગોવિંદ શેઠ બોલ્યા કે “અમારે જોઈતી જ નથી ને…!” પછી મહારાજ રાજી થઈને એમ બોલ્યા કે “જાઓ તમને વર્ષ દહાડે બસો રૃપિયા મળશે, ને વ્યવહારે સુખી થાશો”.

એવી જ રીતે ગઢપુરમાં રાજબાઈએ શ્રીહરિને એમ પૂછયું જે, “મહારાજ તમો ભક્ત ઉપર રાજી થાવ છો ત્યારે કોઈને હાર આપો છો, કોઈને થાળ આપો છો, કોઈકને વસ્ત્ર આપો છો; પણ તમે ખરેખરા અંતરમાંથી રાજી થાવ છો ત્યારે તે ભક્તને શું આપો છો?” ત્યારે શ્રીહરિ બોલ્યા કે “અમે ખરેખરા અંતરમાંથી રાજી થઈએ ત્યારે તો તે ભક્તને અમારા વિના ક્યાંય બંધાવા દઈએ નહીં. તે જો એ ભક્તને પુત્રમાં હેત હોય તો તેનો નાશ કરી નાખીએ, ને જો દ્રવ્યમાં પ્રીતિ હોય તો તે દ્રવ્યનો નાશ કરી નાખીએ, ને જો તેને દેહમાં આસક્તિ હોય તો તેમાં એવો રોગ પ્રેરીએ તે એ ભક્તને કોઈ સંસારિક પદાર્થમાં પ્રીતિ રહે નહીં. ત્યાં દષ્ટાંત છે. જેમ હાડકું હોય ને તેને છ મહિના પૃથ્વીમાં દાટ્યું હોય ને તેને પછી બહાર કાઢીએ તો તેને કોઈ કીડી, મકોડો તથા માખી કોઈ ચઢે નહિ. તેમ તેને સંસારમાંથી લૂખો કરી મેલીએ. તે કેવળ અમારા સામું જ જુએ. ને કોઈને સંસારિક પદાર્થ આપીએ છીએ, તે તો સત્સંગના સમાસને અર્થે આપીએ છીએ, પણ એ આસકિત કે વાસના રહે એવું આપવું એ અમને પ્રિય નથી.”

  • સદગુરુ શ્રીનિર્ગુણદાસ સ્વામીની વાતો 🙏