આ સાંભળી સદગુરુ રામાનંદ સ્વામી બોલ્યા કે આલસીભાઇ અમે તો જેમ ગણેશનો વેશ આવે છે એમ પડ છાંટયુ છે ને ડુગડુગી વગાડઇ છઇ ને ખરા ખેલના ભજવનારા તો હજી વનમાં હાલ્યા આવે છે. એ જ્યારે આવશે ત્યારે અમે તમને દેખાડીશું.
Gujarati
રામાનંદ સ્વામી એ મયારામ ભટ્ટ ને નિશ્ચય કરાવ્યો 🙇♂️
એકવખત રક્ષાબંધન ના દિવસે માણાવદર ગામે મુકતરાજ મયારામ ભટ્ટ ના ઘરે ઉધ્ધવાવતાર સદગુરુ રામાનંદ સ્વામી પધાર્યા હતા. મયારામ ભટ્ટે સ્વામી નુ પુજન કર્યું ને સર્વસભાજન સામે બેઠા. ધીરગંભીર ને પ્રગલ્ભમુર્તી સમા સદગુરુ રામાનંદ સ્વામી ને સદગુરુ મુકતાનંદ સ્વામી પધાર્યા એટલે આલસી ઘાંચી, અગતરાઇ થી પર્વતભાઇ, કલ્યાણભાઇ, શામજીભાઇ જાટકીયા વગેરે ઘણા સમાગમ કરવા પધાર્યા હતા. રક્ષાબંધનનો દિવસ હોવાથી મુકતરાજ મયારામ ભટ્ટે સ્વામી રાખડી બાંધી. સ્વામીએ રાજી થઇને મયારામ ભટ્ટને રાખડીની શીખ દીધી. તયારબાદ સભામા પૃશ્નોત્તર થયા.
આ સભામા શામજી જાટકીયા એ પૃશ્ન પુછયો કે હે સ્વામી તમે અમારા ગુરુદેવ ને અમારા ઇષ્ટદેવ સમાન છો, પણ તમારા થી મોટા કોઇ છે ખરા..? આ સાંભળી સદગુરુ રામાનંદ સ્વામી બોલ્યા કે આલસીભાઇ અમે તો જેમ ગણેશનો વેશ આવે છે એમ પડ છાંટયુ છે ને ડુગડુગી વગાડઇ છઇ ને ખરા ખેલના ભજવનારા તો હજી વનમાં હાલ્યા આવે છે. એ જ્યારે આવશે ત્યારે અમે તમને દેખાડીશું.
આ સાંભળીને તુરંત જ મયારામ ભટ્ટ બોલ્યા કે હે સ્વામી તમે આવા વખાણો છો તો એનું સામર્થ્ય કેવું હશે ? ત્યારે રામાનંદ સ્વામી બોલ્યા કે એ સહજાનંદ સ્વામી નામે ઓળખાશે. પાંચસો પરમહંસો એકહારે કરશે ને પાંચસો કાઠી દરબારો ના ઘોડા ભેગા ચાલશે ને મતપંથીઓને તો ઘોડાના ડાબલાની ખડતાળે કરીને કચડી નાંખશે.
ત્યારે આલસી ઘાંચી બોલ્યા કે હે સ્વામી અમારે એને કેમ કરી ને ઓળખવા ? સ્વામી કહે અમે તમને એક કિરતન શીખવાડીએ એનો અર્થ જો કોઇ યથાર્થ કરે તો તમારે એને ભગવાન જાણવા. આમ વાત્ય કરીને સ્વામીએ કિરતન શીખવાડયુ.
વરહોના વાણા વયા ગયા ને સદગરુ શ્રી રામાનંદ સ્વામી એ શ્રીસહજાનંદ સ્વામી નો સત્સંગની ગાદી પટ્ટાભિષેક કર્યો ને પોતે ધામમાં સીધાવયા. શ્રીજીમહારાજ એકવખત માણાવદર સત્સંગ મા ફરતા ફરતા પધાર્યા ને મુકતરાજ મયારામ ભટ્ટની વાડીએ પધારી ત્યાં સભા કરી . સદગુરુ મુક્તાનંદ સ્વામી, વ્યાપકાનંદ સ્વામી, આલસી ઘાંચી, મયારામ ને ગોવિદરામ ભટ્ટ વગેરે સૌ સંતો ભક્તો એ સભામા બેઠા હતા.
એ વખતે આલસી ઘાંચી બે હાથ જોડીને બોલ્યા કે હે મહારાજ તમે ભગવાન છોવ કે? ત્યારે શ્રીહરિ એમના મનની વાતને જાણીને બોલ્યા કે હા… અમે છઇ તો ભગવાન જ..! બોલો કાઇ કામ હતું કે? તમારા મનમા કાય પૃશ્ન હોય એ પુછો તો અમે તમને ચોખવટ કરી દઇને..! ત્યારે આલસી ઘાંચી બોલ્યા કે હુ એક કિરતન બોલું એનો તમે અર્થ કરી બતાવો તો હુ માનું કે તમે સાચા ભગવાન..! એમ કરીને સદગુરુ રામાનંદ સ્વામી એ શિખવાડેલું કિરતન બોલ્યા. શ્રીહરિ મંદ મંદ હસ્યા ને બોલયા કે લયો અમે તમને એનો અર્થ સમજાવીએ.
શ્રીજી મહારાજે આલસી ઘાંચીના ગુરુવચનમા વિશ્વાસ ને ચરિતાર્થ કરવા કિરતન ના પૃથમ ચરણ નો અર્થ સમજાવ્યો. આ સાંભળી આલસી ઘાંચી બોલી ઉઠ્યા કે તમે અડધા ભગવાન સાચ લયો.
એ દિવસે સભા પૂરી થઇ ને સહુ દર્શન કરીને પોતપોતાના ઘરે ગયા. આલસી ઘાંચી બે દિવસ કોઇ કૌટુંબિક કામ હોવાથી દર્શને આવ્યા નય ને ત્રીજે દિવસે સભા મા પધાર્યા ને દંડવત કરીને સભામા બેઠા. શ્રીજીમહારાજે એ દિવસે આખાયે એ કિરતન નો મર્મ આલસી ઘાંચીને સરળ ભાષામા સમજાવ્યો. આલસી ઘાંચી તો ઉભા થઇને ફરીને શ્રીહરિના ચરણે પડ્યા ને માફી માંગી.
શ્રીહરિ હસતા હસતા કહે આલસીભાઇ..! ધન્ય છે તમારી ગુરુ વચનમાં નિષ્ઠાને, તમે સદગુરુ રામાનંદ સ્વામીએ સમજાવેલ કિરતન ના પૃમાણે અમારી પણ પરિક્ષા લીધી ને પછે જ પૃતિત કરી.
-શ્રીહરિચરિત્રચિંતામણી… 🙏
Hindi
रामानंद स्वामी ए मयाराम भट्ट ने निश्चय कराव्यो 🙇♂️
एकवखत रक्षाबंधन ना दिवसे माणावदर गामे मुकतराज मयाराम भट्ट ना घरे उध्धवावतार सदगुरु रामानंद स्वामी पधार्या हता. मयाराम भट्टे स्वामी नु पुजन कर्युं ने सर्वसभाजन सामे बेठा. धीरगंभीर ने प्रगल्भमुर्ती समा सदगुरु रामानंद स्वामी ने सदगुरु मुकतानंद स्वामी पधार्या एटले आलसी घांची, अगतराइ थी पर्वतभाइ, कल्याणभाइ, शामजीभाइ जाटकीया वगेरे घणा समागम करवा पधार्या हता. रक्षाबंधननो दिवस होवाथी मुकतराज मयाराम भट्टे स्वामी राखडी बांधी. स्वामीए राजी थइने मयाराम भट्टने राखडीनी शीख दीधी. तयारबाद सभामा पृश्नोत्तर थया.
आ सभामा शामजी जाटकीया ए पृश्न पुछयो के हे स्वामी तमे अमारा गुरुदेव ने अमारा इष्टदेव समान छो, पण तमारा थी मोटा कोइ छे खरा..? आ सांभळी सदगुरु रामानंद स्वामी बोल्या के आलसीभाइ अमे तो जेम गणेशनो वेश आवे छे एम पड छांटयु छे ने डुगडुगी वगाडइ छइ ने खरा खेलना भजवनारा तो हजी वनमां हाल्या आवे छे. ए ज्यारे आवशे त्यारे अमे तमने देखाडीशुं.
आ सांभळीने तुरंत ज मयाराम भट्ट बोल्या के हे स्वामी तमे आवा वखाणो छो तो एनुं सामर्थ्य केवुं हशे ? त्यारे रामानंद स्वामी बोल्या के ए सहजानंद स्वामी नामे ओळखाशे. पांचसो परमहंसो एकहारे करशे ने पांचसो काठी दरबारो ना घोडा भेगा चालशे ने मतपंथीओने तो घोडाना डाबलानी खडताळे करीने कचडी नांखशे.
त्यारे आलसी घांची बोल्या के हे स्वामी अमारे एने केम करी ने ओळखवा ? स्वामी कहे अमे तमने एक किरतन शीखवाडीए एनो अर्थ जो कोइ यथार्थ करे तो तमारे एने भगवान जाणवा. आम वात्य करीने स्वामीए किरतन शीखवाडयु.
वरहोना वाणा वया गया ने सदगरु श्री रामानंद स्वामी ए श्रीसहजानंद स्वामी नो सत्संगनी गादी पट्टाभिषेक कर्यो ने पोते धाममां सीधावया. श्रीजीमहाराज एकवखत माणावदर सत्संग मा फरता फरता पधार्या ने मुकतराज मयाराम भट्टनी वाडीए पधारी त्यां सभा करी . सदगुरु मुक्तानंद स्वामी, व्यापकानंद स्वामी, आलसी घांची, मयाराम ने गोविदराम भट्ट वगेरे सौ संतो भक्तो ए सभामा बेठा हता.
ए वखते आलसी घांची बे हाथ जोडीने बोल्या के हे महाराज तमे भगवान छोव के? त्यारे श्रीहरि एमना मननी वातने जाणीने बोल्या के हा… अमे छइ तो भगवान ज..! बोलो काइ काम हतुं के? तमारा मनमा काय पृश्न होय ए पुछो तो अमे तमने चोखवट करी दइने..! त्यारे आलसी घांची बोल्या के हु एक किरतन बोलुं एनो तमे अर्थ करी बतावो तो हु मानुं के तमे साचा भगवान..! एम करीने सदगुरु रामानंद स्वामी ए शिखवाडेलुं किरतन बोल्या. श्रीहरि मंद मंद हस्या ने बोलया के लयो अमे तमने एनो अर्थ समजावीए.
श्रीजी महाराजे आलसी घांचीना गुरुवचनमा विश्वास ने चरितार्थ करवा किरतन ना पृथम चरण नो अर्थ समजाव्यो. आ सांभळी आलसी घांची बोली उठ्या के तमे अडधा भगवान साच लयो.
ए दिवसे सभा पूरी थइ ने सहु दर्शन करीने पोतपोताना घरे गया. आलसी घांची बे दिवस कोइ कौटुंबिक काम होवाथी दर्शने आव्या नय ने त्रीजे दिवसे सभा मा पधार्या ने दंडवत करीने सभामा बेठा. श्रीजीमहाराजे ए दिवसे आखाये ए किरतन नो मर्म आलसी घांचीने सरळ भाषामा समजाव्यो. आलसी घांची तो उभा थइने फरीने श्रीहरिना चरणे पड्या ने माफी मांगी.
श्रीहरि हसता हसता कहे आलसीभाइ..! धन्य छे तमारी गुरु वचनमां निष्ठाने, तमे सदगुरु रामानंद स्वामीए समजावेल किरतन ना पृमाणे अमारी पण परिक्षा लीधी ने पछे ज पृतित करी.
-श्रीहरिचरित्रचिंतामणी… 🙏
English
rāmānanda swāmī e mayārām bhaṭṭa ne nishchaya karāvyo 🙇♂️
Ekavakhat rakṣhābandhan nā divase māṇāvadar gāme mukatarāj mayārām bhaṭṭa nā ghare udhdhavāvatār sadaguru rāmānanda swāmī padhāryā hatā. Mayārām bhaṭṭe swāmī nu pujan karyuan ne sarvasabhājan sāme beṭhā. Dhīraganbhīr ne pragalbhamurtī samā sadaguru rāmānanda swāmī ne sadaguru mukatānanda swāmī padhāryā eṭale ālasī ghāanchī, agatarāi thī parvatabhāi, kalyāṇabhāi, shāmajībhāi jāṭakīyā vagere ghaṇā samāgam karavā padhāryā hatā. Rakṣhābandhanano divas hovāthī mukatarāj mayārām bhaṭṭe swāmī rākhaḍī bāandhī. Svāmīe rājī thaine mayārām bhaṭṭane rākhaḍīnī shīkh dīdhī. Tayārabād sabhāmā pṛushnottar thayā.
Ā sabhāmā shāmajī jāṭakīyā e pṛushna puchhayo ke he swāmī tame amārā gurudev ne amārā iṣhṭadev samān chho, paṇ tamārā thī moṭā koi chhe kharā..? Ā sāanbhaḷī sadaguru rāmānanda swāmī bolyā ke ālasībhāi ame to jem gaṇeshano vesh āve chhe em paḍ chhāanṭayu chhe ne ḍugaḍugī vagāḍai chhai ne kharā khelanā bhajavanārā to hajī vanamāan hālyā āve chhe. E jyāre āvashe tyāre ame tamane dekhāḍīshuan.
Ā sāanbhaḷīne turanta j mayārām bhaṭṭa bolyā ke he swāmī tame āvā vakhāṇo chho to enuan sāmarthya kevuan hashe ? Tyāre rāmānanda swāmī bolyā ke e sahajānanda swāmī nāme oḷakhāshe. Pāanchaso paramahanso ekahāre karashe ne pāanchaso kāṭhī darabāro nā ghoḍā bhegā chālashe ne matapanthīone to ghoḍānā ḍābalānī khaḍatāḷe karīne kachaḍī nāankhashe.
Tyāre ālasī ghāanchī bolyā ke he swāmī amāre ene kem karī ne oḷakhavā ? Svāmī kahe ame tamane ek kiratan shīkhavāḍīe eno artha jo koi yathārtha kare to tamāre ene bhagavān jāṇavā. Ām vātya karīne swāmīe kiratan shīkhavāḍayu.
Varahonā vāṇā vayā gayā ne sadagaru shrī rāmānanda swāmī e shrīsahajānanda swāmī no satsanganī gādī paṭṭābhiṣhek karyo ne pote dhāmamāan sīdhāvayā. Shrījīmahārāj ekavakhat māṇāvadar satsanga mā faratā faratā padhāryā ne mukatarāj mayārām bhaṭṭanī vāḍīe padhārī tyāan sabhā karī . Sadaguru muktānanda swāmī, vyāpakānanda swāmī, ālasī ghāanchī, mayārām ne govidarām bhaṭṭa vagere sau santo bhakto e sabhāmā beṭhā hatā.
E vakhate ālasī ghāanchī be hāth joḍīne bolyā ke he mahārāj tame bhagavān chhov ke? Tyāre shrīhari emanā mananī vātane jāṇīne bolyā ke hā… Ame chhai to bhagavān ja..! Bolo kāi kām hatuan ke? Tamārā manamā kāya pṛushna hoya e puchho to ame tamane chokhavaṭ karī daine..! Tyāre ālasī ghāanchī bolyā ke hu ek kiratan boluan eno tame artha karī batāvo to hu mānuan ke tame sāchā bhagavāna..! Em karīne sadaguru rāmānanda swāmī e shikhavāḍeluan kiratan bolyā. Shrīhari manda manda hasyā ne bolayā ke layo ame tamane eno artha samajāvīe. Shrījī mahārāje ālasī ghāanchīnā guruvachanamā vishvās ne charitārtha karavā kiratan nā pṛutham charaṇ no artha samajāvyo. Ā sāanbhaḷī ālasī ghāanchī bolī uṭhyā ke tame aḍadhā bhagavān sāch layo.
E divase sabhā pūrī thai ne sahu darshan karīne potapotānā ghare gayā. Ālasī ghāanchī be divas koi kauṭuanbik kām hovāthī darshane āvyā naya ne trīje divase sabhā mā padhāryā ne danḍavat karīne sabhāmā beṭhā. Shrījīmahārāje e divase ākhāye e kiratan no marma ālasī ghāanchīne saraḷ bhāṣhāmā samajāvyo. Ālasī ghāanchī to ubhā thaine farīne shrīharinā charaṇe paḍyā ne māfī māangī.
Shrīhari hasatā hasatā kahe ālasībhāi..! Dhanya chhe tamārī guru vachanamāan niṣhṭhāne, tame sadaguru rāmānanda swāmīe samajāvel kiratan nā pṛumāṇe amārī paṇ parikṣhā līdhī ne pachhe j pṛutit karī.
-shrīharicharitrachiantāmaṇī… 🙏