દરબાર બોલ્યા કે હે સ્વામી અમારા ગામમાં પણ સારુ મંદિર કરો ને? સદગુરુ ગોપાળાનંદ સ્વામી બોલ્યા કે દરબાર તમે મહારાજ પાસે અરજ કરો ને મહારાજ સંમતિ આપે તો મંદિર અહીં પણ થાય…!
Gujarati
ભુજ અને મુળી મંદિર નો ઇતિહાસ એક સાથે 🛕
એકસમયે ભૂજ નગર થી સુંદરજીભાઇ, ગંગારામ મલ્લ, હીરજીભાઈ વગેરે ગઢપુર આવ્યા.
શ્રીજીમહારાજ દરબારગઢમાં લીંબતરુ એ સભા કરીને મોટેરા સંતો ને દાદા ખાચર વગેરે મોટા મોટા ભક્તો સાથે બિરાજ્યા હતા. ભૂજથી ભક્તો આવ્યા જાણીને સામા હાલ્યા ને સૌને બથમા ઘાલી ને ભેટ્યા🤗 ને ખબર અંતર પુછીને ઉતારા કરાવ્યા.
ગંગારામ મલ્લ, સુંદરજીભાઇ વગેરે સભામાં સૌના દર્શન કરીને મહારાજ ને વિનંતી કરી કે હે મહારાજ તમે કાઠિયાવાડ ને ગુજરાત તો વિશેષ રહો છો, અમને કચ્છ દેશ મા તો તમે પધારો ત્યારે દર્શન સેવા નો લાભ મળે. ભૂજ નગરમા સૌ ઉપર સદગુરુ રામાનંદ સ્વામીનો રાજીપો તો તમે ત્યાં મંદિર કરો તો અમને તમારો ને સંતોનો કાયમી સમાગમ લાભ રેય 🙏 .
શ્રીજીમહારાજે મોટેરા સંતોમાંથી સદગુરુ ગોપાળાનંદ સ્વામી ને વૈષ્ણવાનંદ સ્વામીને ભુજ મંદિર કરવા અર્થે જાવા કહ્યું. સદગુરુ ગોપાળાનંદ સ્વામી કહે ભલે મહારાજ….! અમે સંતમંડળ સાથે જઇને તમારી આજ્ઞા સાથે મંદિર તૈયાર કરીશુ.
સદગુરુ ગોપાળાનંદ સ્વામી મંડળ સાથે ભુજ જાવા નીકળ્યા, રસ્તા 🛤️ માં મૂળી ગામ આવ્યું ત્યાં સંતોને પરમાર રઘાભાઇ ને રામાભાઇએ સંતોને ભાવે કરીને જમાડ્યા. મુળી દરબાર તો તુરંત જ મંદિરે આવ્યા ને સ્વામી પાસે દર્શન કરીને બોલ્યા કે સ્વામી કયા પધારો છો? ત્યારે સ્વામી બોલ્યા કે અમે મહારાજની આજ્ઞાએ ભૂજ મંદિર કરવા સારુ જાઇ છઇ.
દરબાર બોલ્યા કે હે સ્વામી અમારા ગામમાં પણ સારુ મંદિર કરો ને? સદગુરુ ગોપાળાનંદ સ્વામી બોલ્યા કે દરબાર તમે મહારાજ પાસે અરજ કરો ને મહારાજ સંમતિ આપે તો મંદિર અહીં પણ થાય…!
દરબારે તરત જ ઘેલા જોષીને કાગળ 📃 લખાવી ને ગઢપુર મોકલ્યા. સ્વામી તો બીજે દિવસ ભૂજ જાવા નીકળી ગયા. ઘેલા જોષી ગઢપુર પોગ્યા ને મહારાજને હાથોહાથ કાગળ દીધો. મહારાજે કાગળ વાંચ્યો ને પ્રત્યુતર કર્યો કે મંદિર કરવું હોય તો મંદિરનો જમીન નો લેખ કરીને મોકલાવજો.
મૂળી ગામના પરમાર દરબારો માંડવરાયજીના ચુસ્ત ઉપાસક ને ધર્મપાલક હતા. એમણે તરતજ મંદિર સારુ જે કાય વસ્તુ લાવો કે વેચો એ ઉપર નુ દાણ માફ કર્યું ને મંદિર મા કાઇ ચોકી ની જરુર હોય એ રાજ્ય કરશે, જાત્રાળુઓને તમામ કર માફ કર્યા, તથા બીજુ પણ જે તમે કહેશો એ અમે તમારી આજ્ઞાને પુરી પાળીશું એવું લખાણ કરીને લેખ લઇને પરમાર રઘાભાઇ, કેશાભાઇ ને મેઘજીભાઇ વગેરે ગઢપુર પધાર્યા ને શ્રીજીમહારાજ ને હાથોહાથ દઇ ને મૂળી પધારવા ને મોટું ને દિવ્ય મંદિર કરવા આમંત્રણ દીધું.
શ્રીજીમહારાજે દરબારોને સભામા સરભરા કરીને બેહારયા ને સદગુરુ મુકતાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, ચૈતન્યાનંદ સ્વામી ને સ્વયંપ્રકાશાનંદ સ્વામી વગેરે ને જરુરી જવાબ દેવા કહ્યું. મુકતાનંદ સ્વામીએ રાજી થઇને મહારાજને સંમતિ દીધી તે દરબારો રાજી થયા.
થોડે દિવસ રહીને શ્રીહરિ માણકીએ અસવાર 🏇 🐴 થતા સદગુરુ બ્રહ્માનંદ સ્વામી, ગુણાતિતાનંદ સ્વામી, વિજ્ઞાનાનંદ સ્વામી ને તદ્રુપાનંદ સ્વામી વગેરે મંડળને સાથે લઈને મૂળી જાવા નીકળ્યા.
પેલા દિવસે લોયા, બીજે દિવસે નાગડકા ને ત્રીજે દિવસે મૂળી પધાર્યા તે ગામ મૂળીના સર્વસતસંગીઓ એ શ્રીહરિનું વાજતે ગાજતે 🎵 🎻 સામૈયું કરીને સ્વાગત કર્યું ને પછે મૂળી મંદિરનું કામ કરવાનુ શરુ થયું.
મહારાજ સ્વાધામગમન ગયા પછી સદગુરુ બ્રહ્માનંદ સ્વામી, વૈરાગ્ય મૂર્તિ નિષ્કુળાનંદ સ્વામી એ ભવ્ય મંદિર તૈયાર કર્યું, 🛕 અનેકોઅનેક એ વખત શ્રીહરિએ પરચા પૂર્યા.
- સદગુરુ શ્રી તદ્રુપાનંદ સ્વામીની વાતો… 🙏
Hindi
भुज अने मुळी मंदिर नो इतिहास एक साथे 🛕
एकसमये भूज नगर थी सुंदरजीभाइ, गंगाराम मल्ल, हीरजीभाई वगेरे गढपुर आव्या.
श्रीजीमहाराज दरबारगढमां लींबतरु ए सभा करीने मोटेरा संतो ने दादा खाचर वगेरे मोटा मोटा भक्तो साथे बिराज्या हता. भूजथी भक्तो आव्या जाणीने सामा हाल्या ने सौने बथमा घाली ने भेट्या🤗 ने खबर अंतर पुछीने उतारा कराव्या.
गंगाराम मल्ल, सुंदरजीभाइ वगेरे सभामां सौना दर्शन करीने महाराज ने विनंती करी के हे महाराज तमे काठियावाड ने गुजरात तो विशेष रहो छो, अमने कच्छ देश मा तो तमे पधारो त्यारे दर्शन सेवा नो लाभ मळे. भूज नगरमा सौ उपर सदगुरु रामानंद स्वामीनो राजीपो तो तमे त्यां मंदिर करो तो अमने तमारो ने संतोनो कायमी समागम लाभ रेय 🙏 .
श्रीजीमहाराजे मोटेरा संतोमांथी सदगुरु गोपाळानंद स्वामी ने वैष्णवानंद स्वामीने भुज मंदिर करवा अर्थे जावा कह्युं. सदगुरु गोपाळानंद स्वामी कहे भले महाराज….! अमे संतमंडळ साथे जइने तमारी आज्ञा साथे मंदिर तैयार करीशु.
सदगुरु गोपाळानंद स्वामी मंडळ साथे भुज जावा नीकळ्या, रस्ता 🛤️ मां मूळी गाम आव्युं त्यां संतोने परमार रघाभाइ ने रामाभाइए संतोने भावे करीने जमाड्या. मुळी दरबार तो तुरंत ज मंदिरे आव्या ने स्वामी पासे दर्शन करीने बोल्या के स्वामी कया पधारो छो? त्यारे स्वामी बोल्या के अमे महाराजनी आज्ञाए भूज मंदिर करवा सारु जाइ छइ.
दरबार बोल्या के हे स्वामी अमारा गाममां पण सारु मंदिर करो ने? सदगुरु गोपाळानंद स्वामी बोल्या के दरबार तमे महाराज पासे अरज करो ने महाराज संमति आपे तो मंदिर अहीं पण थाय…!
दरबारे तरत ज घेला जोषीने कागळ 📃 लखावी ने गढपुर मोकल्या. स्वामी तो बीजे दिवस भूज जावा नीकळी गया. घेला जोषी गढपुर पोग्या ने महाराजने हाथोहाथ कागळ दीधो. महाराजे कागळ वांच्यो ने प्रत्युतर कर्यो के मंदिर करवुं होय तो मंदिरनो जमीन नो लेख करीने मोकलावजो.
मूळी गामना परमार दरबारो मांडवरायजीना चुस्त उपासक ने धर्मपालक हता. एमणे तरतज मंदिर सारु जे काय वस्तु लावो के वेचो ए उपर नु दाण माफ कर्युं ने मंदिर मा काइ चोकी नी जरुर होय ए राज्य करशे, जात्राळुओने तमाम कर माफ कर्या, तथा बीजु पण जे तमे कहेशो ए अमे तमारी आज्ञाने पुरी पाळीशुं एवुं लखाण करीने लेख लइने परमार रघाभाइ, केशाभाइ ने मेघजीभाइ वगेरे गढपुर पधार्या ने श्रीजीमहाराज ने हाथोहाथ दइ ने मूळी पधारवा ने मोटुं ने दिव्य मंदिर करवा आमंत्रण दीधुं.
श्रीजीमहाराजे दरबारोने सभामा सरभरा करीने बेहारया ने सदगुरु मुकतानंद स्वामी, ब्रह्मानंद स्वामी, चैतन्यानंद स्वामी ने स्वयंप्रकाशानंद स्वामी वगेरे ने जरुरी जवाब देवा कह्युं. मुकतानंद स्वामीए राजी थइने महाराजने संमति दीधी ते दरबारो राजी थया.
थोडे दिवस रहीने श्रीहरि माणकीए असवार 🏇 🐴 थता सदगुरु ब्रह्मानंद स्वामी, गुणातितानंद स्वामी, विज्ञानानंद स्वामी ने तद्रुपानंद स्वामी वगेरे मंडळने साथे लईने मूळी जावा नीकळ्या.
पेला दिवसे लोया, बीजे दिवसे नागडका ने त्रीजे दिवसे मूळी पधार्या ते गाम मूळीना सर्वसतसंगीओ ए श्रीहरिनुं वाजते गाजते 🎵 🎻 सामैयुं करीने स्वागत कर्युं ने पछे मूळी मंदिरनुं काम करवानु शरु थयुं.
महाराज स्वाधामगमन गया पछी सदगुरु ब्रह्मानंद स्वामी, वैराग्य मूर्ति निष्कुळानंद स्वामी ए भव्य मंदिर तैयार कर्युं, 🛕 अनेकोअनेक ए वखत श्रीहरिए परचा पूर्या.
- सदगुरु श्री तद्रुपानंद स्वामीनी वातो… 🙏
English
bhuj ane muḷī mandir no itihās ek sāthe 🛕
Ekasamaye bhūj nagar thī suandarajībhāi, gangārām malla, hīrajībhāī vagere gaḍhapur āvyā.
Shrījīmahārāj darabāragaḍhamāan līanbataru e sabhā karīne moṭerā santo ne dādā khāchar vagere moṭā moṭā bhakto sāthe birājyā hatā. Bhūjathī bhakto āvyā jāṇīne sāmā hālyā ne saune bathamā ghālī ne bheṭyā🤗 ne khabar aantar puchhīne utārā karāvyā.
Gangārām malla, suandarajībhāi vagere sabhāmāan saunā darshan karīne mahārāj ne vinantī karī ke he mahārāj tame kāṭhiyāvāḍ ne gujarāt to visheṣh raho chho, amane kachchha desh mā to tame padhāro tyāre darshan sevā no lābh maḷe. Bhūj nagaramā sau upar sadaguru rāmānanda swāmīno rājīpo to tame tyāan mandir karo to amane tamāro ne santono kāyamī samāgam lābh reya 🙏 .
Shrījīmahārāje moṭerā santomāanthī sadaguru gopāḷānanda swāmī ne vaiṣhṇavānanda swāmīne bhuj mandir karavā arthe jāvā kahyuan. Sadaguru gopāḷānanda swāmī kahe bhale mahārāja….! Ame santamanḍaḷ sāthe jaine tamārī ājnyā sāthe mandir taiyār karīshu.
Sadaguru gopāḷānanda swāmī manḍaḷ sāthe bhuj jāvā nīkaḷyā, rastā 🛤️ māan mūḷī gām āvyuan tyāan santone paramār raghābhāi ne rāmābhāie santone bhāve karīne jamāḍyā. Muḷī darabār to turanta j mandire āvyā ne swāmī pāse darshan karīne bolyā ke swāmī kayā padhāro chho? Tyāre swāmī bolyā ke ame mahārājanī ājnyāe bhūj mandir karavā sāru jāi chhai.
Darabār bolyā ke he swāmī amārā gāmamāan paṇ sāru mandir karo ne? Sadaguru gopāḷānanda swāmī bolyā ke darabār tame mahārāj pāse araj karo ne mahārāj sanmati āpe to mandir ahīan paṇ thāya…!
Darabāre tarat j ghelā joṣhīne kāgaḷ 📃 lakhāvī ne gaḍhapur mokalyā. Svāmī to bīje divas bhūj jāvā nīkaḷī gayā. Ghelā joṣhī gaḍhapur pogyā ne mahārājane hāthohāth kāgaḷ dīdho. Mahārāje kāgaḷ vāanchyo ne pratyutar karyo ke mandir karavuan hoya to mandirano jamīn no lekh karīne mokalāvajo.
Mūḷī gāmanā paramār darabāro māanḍavarāyajīnā chusta upāsak ne dharmapālak hatā. Emaṇe tarataj mandir sāru je kāya vastu lāvo ke vecho e upar nu dāṇ māf karyuan ne mandir mā kāi chokī nī jarur hoya e rājya karashe, jātrāḷuone tamām kar māf karyā, tathā bīju paṇ je tame kahesho e ame tamārī ājnyāne purī pāḷīshuan evuan lakhāṇ karīne lekh laine paramār raghābhāi, keshābhāi ne meghajībhāi vagere gaḍhapur padhāryā ne shrījīmahārāj ne hāthohāth dai ne mūḷī padhāravā ne moṭuan ne divya mandir karavā āmantraṇ dīdhuan.
Shrījīmahārāje darabārone sabhāmā sarabharā karīne behārayā ne sadaguru mukatānanda swāmī, brahmānanda swāmī, chaitanyānanda swāmī ne svayanprakāshānanda swāmī vagere ne jarurī javāb devā kahyuan. Mukatānanda swāmīe rājī thaine mahārājane sanmati dīdhī te darabāro rājī thayā.
Thoḍe divas rahīne shrīhari māṇakīe asavār 🏇 🐴 thatā sadaguru brahmānanda swāmī, guṇātitānanda swāmī, vijnyānānanda swāmī ne tadrupānanda swāmī vagere manḍaḷane sāthe laīne mūḷī jāvā nīkaḷyā.
Pelā divase loyā, bīje divase nāgaḍakā ne trīje divase mūḷī padhāryā te gām mūḷīnā sarvasatasangīo e shrīharinuan vājate gājate 🎵 🎻 sāmaiyuan karīne swāgat karyuan ne pachhe mūḷī mandiranuan kām karavānu sharu thayuan.
Mahārāj swādhāmagaman gayā pachhī sadaguru brahmānanda swāmī, vairāgya mūrti niṣhkuḷānanda swāmī e bhavya mandir taiyār karyuan, 🛕 anekoanek e vakhat shrīharie parachā pūryā.
- sadaguru shrī tadrupānanda swāmīnī vāto… 🙏