ગઢપુરમા દેવશયની એકાદશીના દિવસે શ્રીહરિ સભા કરીને બીરાજયા હતા. બધાય સંતો ભક્તોને ચાતુર્માસ ના નિયમ ગૃહણ કરવાનુ શ્રીહરિએ કીધુ.
Gujarati
મુક્તાનંદ સ્વામીનો માળાનો નિયમ અને શ્રીજી મહારાજ
ગઢપુરમા દેવશયની એકાદશીના દિવસે શ્રીહરિ સભા કરીને બીરાજયા હતા. બધાય સંતો ભક્તોને ચાતુર્માસ ના નિયમ ગૃહણ કરવાનુ શ્રીહરિએ કીધુ. બધાએ આ નિયમ પૃબોધિની એકાદશી સુધી પાળવા. બધાએ નિયમ લીધાને શ્રીહરિને પગે લાગીને પોતાના નિયમ જણાવતા ગયા ને દર્શન કરતા ગયા. સભામાંથી સદગુરુ મુક્તાનંદ સ્વામી ઉભા ન થયા. એટલે મહારાજે સ્વામી ને પુછયુ કે તમે નિયમ નથી લેવાના સ્વામી ? સત્સંગ ની માં સદગુરુ મુક્તાનંદ સ્વામી બે હાથ જોડી ને બોલ્યા કે હે મહારાજ..! હુ રોજ ૧૦૮ માળા કંરુ છ એમા જ મને સમય મળતો નથી તો હવે નવો નિયમ નથી લેવો. ઘટ-ઘટના સર્વસુજાણ એવા શ્રીહરિ જાણતા હોવા છતા પુછયુ કે સ્વામી તમે કેવી રીતે માળા કરો છો? ત્યારે સ્વામી બોલ્યા કે હે મહારાજ હુ તો તમારી મુર્તીના અંગો-અંગ સંભારીને માળા કંરુ છુ. એમા વળી જો બીજો કોઇ ઘાટ થાય તો ફરીને એ માળા કંરુ..! મહારાજ બોલ્યા કે સ્વામી તમે એ યાદી આ સભાને પણ કરાવો તો બીજા સંતો ભકતોને પણ તમારી જેવુ નિયમ લેવુ હોય તો અનુકુળતા રેય…! સ્વામીએ કહ્યું કે…. ભલે મહારાજ…!
૨ માળા બેઉ ચરણ ના તળા ની
૯ માળા જમણા ચરણ ના નવ ચિહ્નોની
૭ માળા ડાબા ચરણના ચિહ્નોની
૨ માળા બેઉ ચરણના લાંકની
૨ માળા બેઉ ચરણની પાનીઓની
૧૦ માળા બેઉ ચરણના અંગૂઠાને આંગળીઓની
૨ માળા બેઉ ચરણના પોંચાની
૨ માળા બેઉ ચરણના કાંડાની
૪ માળા બેઉ પગની ઘૂંટીઓની
૨ માળા બેઉ ચરણની પીંડીઓની
૨ માળા બેઉ પગના ઘૂંટણની
૨ માળા બેઉ સાથળની
૧ માળા જમણા ચરણના ખાંપા ના ચીહ્નની
૧ માળા પીતાંબર વાળા ઘસારાના કેડ્ય ની
૧ માળા નાભીની
૧ માળા ત્રીવળી સહિત ઉદર ની
૧ માળા શ્રીવત્સના ચીહ્ન સહિત હૃદયની
૨ માળા સ્તનની
૧ માળા ઉપડતી છાતી ની
૨ માળા છાતી મા બે છાપની
૧ માળા ત્રણ રેખાવાળા કંઠની
૨ માળા બેઉ ખભાની
૨ માળા બેઉ આજાન બાહૂની
૨ માળા જમણા હાથમા પદ્મ ને ગદાની છાપની
૨ માળા બેઉ કોણીયુ ની
૨ માળા બેઉ હાથની કળીઓની
૨ માળા બેઉ હાથના કાંડાની
૨ માળા બેઉ હાથના કરભની
૨ માળા બેઉ હાથની હથેળીઓની
૧૦ માળા બેઉ હાથની આંગળીયુ ની
૨ માળા બેઉ હાથના પોંચાઓની
૧ માળા કેશ સહિત દાઢીની
૧ માળા નીચલા હોઠની
૧ મૂંછ ના દોરા સાથે ઉપરના હોઠની
૧ માળા જીભની
૧ માળા દંતપંકિતની
૧ માળા શ્યામ દાઢ્ય ની
૨ માળા બેઉ ગુલાબી ગાલની
૧ માળા જમણા ગાલે મોટા તિલની
૧ માળા નાસિકાની
૨ માળા બેઉ કાનની
૨ માળા બેઉ આંખોની
૨ માળા બેઉ ભૃમરોની
૧ માળા બેઉ ભૃમરો ના મધ્યભાગની
૧ માળા ગૌર કપોળની
૧ માળા લલાટની
૧ માળા મસ્તકની
૧ માળા તિલસહિત શીખાની
૧ માળા બરડા ની
૧ માળા ના મેરુની આમ ૧૦૮ માળા કરવાનો નિયમ સાંભળીને શ્રીજીમહારાજ સ્વામીને ભેટી પડ્યા ને બોલ્યા કે મુક્તાનંદ સ્વામી બધાય કરતા તમારો નિયમ શ્રેષ્ઠ છે. બધાએ આ રીતે માળા કરવાનો નિયમ સ્વામી પાહેથી શીખવો, અને આજે અમે પણ એક નિયમ લઇએ છીએ કે સાડા ચાર મહીના દરરોજ મુક્તાનંદ સ્વામીને તથા દાદાખાચર ને સિગરામ મા બેસારીને રોજ ઘેલે નાહવા લઇ જઇશુ.
શ્રીસહજાનંદ સ્વામી ચરિત્ર 🙏
ભજો ભાવ શું અખંડ જપમાળા રે
રાગ : ગરબી , પદ–૧
ભજો ભાવ શું અખંડ જપમાળા રે,– ટેક૦
માળા ટાળે છે મન કેરા ચાળા રે.– ભજો૦ ૧
હરિનું એક એક અંગ ઉર ધારો રે,
સ્વામિનારાયણ નામ ઉચ્ચારો રે.– ભજો૦ ર
જપો જુગલ ચરણ સુખકારી રે,
ઊર્ધ્વરેખાદિક ચિહ્ન સંભારી રે. – ભજો૦ ૩
દશ આંગળીની માળા દશ જાણો રે,
ફણા જુગલની જુગલ પ્રમાણો રે. – ભજો૦ ૪
પાની જુગલ ગુલફ જુગ શોભે રે,
માળા ચાર ફેરી જન મન લોભે રે.– ભજો૦ પ
જંઘા જુગલ જાનુ જુગ વંદે રે,
માળા ચાર ફેરી સંત આનંદે રે.– ભજો૦ ૬
ઉરુ જુગલની માળા જુગ ફેરે રે,
નાભિ વર્તુલ સમાન પ્રીતે હેરે રે.– ભજો૦ ૭
નાભિ ઉદર જુગલ સ્તન જોઈ રે,
માળા ચાર ફેરી રહે જન મોહી રે.– ભજો૦ ૮
ભુજ જુગલ હરિના સુખકારી રે,
માળા ફેરી જાય દાસ બલિહારી રે.– ભજો૦ ૯
કર આંગળીની માળા દસ કા'વે રે,
જોતાં ભક્તને આનંદ ઉપજાવે રે.– ભજો૦ ૧૦
કંઠ ચિબુકની માળા જુગ ફેરી રે,
મુખ પંકજ ઉમંગે રહે હેરી રે.– ભજો૦ ૧૧
મુખ નાસિકા જુગલ દગ હેરે રે,
માળા ચાર ચારે અંગ જોઈ ફેરે રે.– ભજો૦ ૧ર
કાને કુંડલ વહાલાને જુગ કા'વે રે,
ફેરી માળા ઉભય દાસ મન ભાવે રે.– ભજો૦ ૧૩
જોતાં જુગલ ભ્રકુટિ ડરે કાળ રે,
પ્રેમે જોઈ દાસ જપે જુગ માળ રે.– ભજો૦ ૧૪
ભાલ તિલક સહિત વહાલું લાગે રે,
જપે માળા એક દાસ અનુરાગે રે. – ભજો૦ ૧પ
માથે પાઘ તોરા સહિત રૂપાળી રે,
ફેરે માળા જન જુએ વનમાળી રે.– ભજો૦ ૧૬
એવી રીતે થઈ માલિકા પચાસ રે,
જપે જન્મ મરણ કરે નાશ રે.– ભજો૦ ૧૭
સ્વામિનારાયણ દેવે માળા દીધી રે,
પ્રેમે મુક્તાનંદે ઉર ધારી લીધી રે. – ભજો૦
🙇🏻♂️🙏