શ્રીજીમહારાજ સારંગપુર મા જીવાખાચરના દરબારગઢ મા બીરાજતા હતા. એકદિવસ છત્રી પાહે સભા કરીને બેઠા હતા, મોટો હીંચકો બાંધ્યો હતો એમા શ્રીજીમહારાજ ઝૂલતા હતા.

Gujarati

સારંગપુરના નાનજી ગમારા અને જીવાખાચરની સેવાભક્તિ

શ્રીજીમહારાજ સારંગપુર મા જીવાખાચરના દરબારગઢ મા બીરાજતા હતા. એકદિવસ છત્રી પાહે સભા કરીને બેઠા હતા, મોટો હીંચકો બાંધ્યો હતો એમા શ્રીજીમહારાજ ઝૂલતા હતા. એ સમયે સારંગપુરના કાઠી દરબારો, સંતો ને બીજા હરિભક્તો બેઠા હતા. એ સમયે નાનજી ગમારો નામનો એક ભરવાડ લાકડીના ટેકે દડબડ દડબડ દોડતો આવ્યો ને શ્રીજીમહારાજને પગે લાગ્યો ને પોતાના ખડીયા માથી દસ રુપીયા કાઢીને મહારાજ આગળ મુકયા. શ્રીજીમહારાજ હસ્યા ને બોલ્યા કે કેમ નાનજી..? આ દસ રુપીયા ક્યાથી લાવ્યો..? નાનજી ગમારો બોલ્યો કે હે મહારાજ..! આ વખતે મે જીવાખાચરના કપાસના સાંઠા કાઢવાની મજુરી રાખી તઇ એમાથી મને દસ રુપીયા મળ્યા. શ્રીજીમહારાજ કહે તો તો તારે એ રુપીયા થી નવુ માથે બાંધવાનુ ફાળીયું ને અંગ ઉપર પછેડી લેવી જોઇએ, આ તારા લુગડા તો જો કેવા મેલા ને ફાટેલા છે..! ને રુપીયા અમને આપી દેશ તો તુ શુ પહેરીશ..? નાનજી ગમારો કહે હે મહારાજ..! આ જૂના લુગડા થી મારુ ગાડું ગબડી જશે, પણ મને તો એમ થયુ કે જો આ રુપીયા શ્રીહરિના ચરણે અર્પણ કરીશ તો મારુ કલ્યાણ થઇ જશે ને શ્રીહરિ રાજી થશે. હાવ ગામડા ગામના અભણ એવા નાનજી ગમારાની ગમે ઇ ભોગે કરીને શ્રીહરિને રાજી કરવાનો ભાવ જોઇને શ્રીજીમહારાજ ઘણા રાજી થયા ને ઢોલીયે થી ઉભા થઇને નાનજીને ભેટી પડ્યા.

સારંગપુર મા એકવખત બહુ વરસાદ પડ્યો. છાણા બળતણ વગેરે બધુ પલળી ગયું. ચૂલામા અગ્નિ ચેતવવા સારુ જીવાખાચરે પોતાની પચાસ રુપીયાની કિંમતની સારી કોતરણી વાળી ખાટનો પાયો ફાડ્યો. એ લાકડા નો અવાજ સાંભળીને શ્રીજીમહારાજ તુરંત જ આવ્યા ને જીવાખાચર ને પુછયુ કે દરબાર આ શુ કરો છો? જીવાખાચર બોલ્યા કે તમારા થાળનુ ટાણું થયુ છ ને જમવાનુ બનાવવા બીજુ કાય બળતણ હાલ કોરું નથ્ય તે આ લાકડું વાપરીને ચૂલે રસોઇ કરે ને…! મહારાજ કહે અરે દરબાર એમા આવી કિમતી પચાહ રુપીયા ની ખાટને કાય થોડી તોડી નંખાય..? જીવાખાચર બોલ્યા કે હે મહારાજ..! અમારે તો તમથી અધિક કાય નથી..! તમે અમારા ઘરે છો એથી કિમતી આ આખાયે બૃહ્માંડ મા કાય નથી. શ્રીજીમહારાજ સજળ નયણે જીવાખાચર ને કહે દરબાર..! તમારી આ હેતપૃીતે જ એ દિવસે માણકી પણ અમને કારીયાણી જાવુ હતું ને આયા લઇ લાવી હતી. પછે દેવુબાં એ મહારાજ હારુ પૃેમે કરીને થાળ બનાવ્યો ને શ્રીહરિ થાળ જમ્યા ને તૃપ્ત થયા ને પૃસાદી આપી.

  • સદગુરુ શ્રીઅક્ષરાનંદ સ્વામી ની વાતો….. 🙏

Goto Naviagation👇


Hindi

सारंगपुर के नानजी गमारा और जीवा खाचर की सेवाभक्ति

श्रीजी महाराज सारंगपुर में जीवा खाचर के दरबारगढ़ में विराजमान थे। एक दिन वे छतरी के समीप सभा में बड़े हिंडोले पर झूल रहे थे। उस समय सारंगपुर के काठी दरबार, संत तथा अन्य हरिभक्त सभा में बैठे थे। तभी नानजी गमारा नामक एक चरवाहा (भरवाड़) लाठी के सहारे दौड़ता हुआ आया और श्रीजी महाराज के चरणों में गिर पड़ा। उसने अपनी झोली (खड़िया) में से दस रुपये निकालकर महाराज के आगे समर्पित किए।

श्रीजी महाराज मंद-मंद मुस्कुराते हुए बोले, “क्यों नानजी! यह दस रुपये कहाँ से लाया?” नानजी गमारा ने हाथ जोड़कर कहा, “हे महाराज! इस बार मैंने जीवा खाचर के खेत से कपास के डंठल निकालने की मजदूरी की थी, उसमें से मुझे यह दस रुपये मिले हैं।” श्रीजी महाराज बोले, “तो फिर तुम्हें इन रुपयों से नया फेंटा (साफा) और ओढ़ने के लिए नई चादर लेनी चाहिए! ज़रा अपने इन वस्त्रों को तो देखो, कितने मैले और फटे हुए हैं! यदि यह रुपये हमें दे दोगे, तो तुम क्या पहनोगे?” नानजी गमारा ने विनीत भाव से कहा, “हे महाराज! इन पुराने कपड़ों से मेरा काम चल जाएगा; परंतु मेरे मन में ऐसा विचार आया कि यदि मैं ये रुपये श्रीहरि के चरणों में अर्पित करूँगा, तो मेरा कल्याण हो जाएगा और श्रीहरि मुझ पर प्रसन्न होंगे।” एक सीधे-सादे, ग्रामीण और निरक्षर नानजी गमारा का किसी भी तरह श्रीहरि को रिझाने और प्रसन्न करने का ऐसा अनन्य भाव देखकर श्रीजी महाराज अत्यंत प्रसन्न हुए। वे हिंडोले से उठकर आगे आए और नानजी को अपने हृदय से लगा लिया।

एक बार सारंगपुर में मूसलाधार वर्षा हुई। कंडे, सूखी लकड़ियाँ आदि समस्त ईंधन पूरी तरह भीग गया। चूल्हे में अग्नि प्रज्वलित करने के लिए जीवा खाचर ने अपनी पचास रुपये की मूल्यवान और नक्काशीदार खाट का एक पाया कुल्हाड़ी से काट दिया। लकड़ी कटने की आवाज़ सुनकर श्रीजी महाराज तुरंत वहाँ पधारे और जीवा खाचर से पूछा, “दरबार! यह आप क्या कर रहे हैं?” जीवा खाचर बोले, “महाराज! आपके थाल का समय हो गया है और भोजन पकाने के लिए कोई अन्य सूखा ईंधन नहीं बचा था; इसलिए इस लकड़ी से चूल्हा जलाकर रसोई तैयार कर रहे हैं!” महाराज ने कहा, “अरे दरबार! ऐसी मूल्यवान पचास रुपये की सुंदर खाट को ऐसे क्यों तोड़ डाला?” जीवा खाचर ने गद्गद होकर कहा, “हे महाराज! हमारे लिए आपसे अधिक मूल्यवान इस संसार में कुछ भी नहीं है! आप स्वयं हमारे घर पधारे हैं, इससे बढ़कर इस संपूर्ण ब्रह्मांड में कोई निधि नहीं है।” श्रीजी महाराज ने सजल नेत्रों से जीवा खाचर से कहा, “दरबार! आपकी इसी अनन्य प्रीति और प्रेम के कारण उस दिन हमारी मानकी घोड़ी भी हमें कारियाणी जाने के बजाय यहाँ खींच लाई थी।” इसके बाद देबूबा ने बड़े प्रेम से श्रीहरि के लिए थाल तैयार किया। श्रीजी महाराज ने अत्यंत तृप्त होकर थाल आरोग्या और सभी को प्रसादी प्रदान की।

  • सद्गुरु श्रीअक्षरानंद स्वामी की बातें… 🙏

Goto Naviagation👇


English

The Devotion of Nanji Gamara and Jiva Khachar in Sarangpur

Shriji Maharaj was gracing the Darbargadh of Jiva Khachar in Sarangpur. One day, He was seated in an assembly near the chhatri (canopy), swaying joyfully on a large swing. Kathi Darbars of Sarangpur, sadhus, and other devotees were seated in the assembly. At that time, a shepherd named Nanji Gamara came running hurriedly leaning on his staff, prostrated at Shriji Maharaj’s lotus feet, and took out ten rupees from his cloth pouch to place before Maharaj.

Shriji Maharaj smiled and asked, “Well, Nanji! Where did you get these ten rupees?” Nanji Gamara replied humbly, “O Maharaj! This season, I labored clearing cotton stalks in Jiva Khachar’s fields, and I earned ten rupees from that work.” Shriji Maharaj said, “Then with this money you should buy a new turban (faliyu) and a fresh cloth for your shoulders. Look at your clothes—how worn and torn they are! If you give these rupees to Us, what will you wear?” Nanji Gamara said, “O Maharaj! My days will pass somehow in these old clothes, but I thought that if I offer this hard-earned money at the holy feet of Shrihari, my spiritual salvation will be assured and Shrihari will be pleased with me.” Seeing the pure, unpretentious devotion of this illiterate rural shepherd—willing to sacrifice everything merely to please the Lord—Shriji Maharaj was deeply moved. He stood up from His seat and embraced Nanji warmly.

On another occasion in Sarangpur, heavy rains poured incessantly. Cow dung cakes and firewood were completely drenched. To ignite the hearth for cooking, Jiva Khachar took an axe and chopped off a carved wooden leg of his fine cot, worth fifty rupees. Hearing the sound of wood being chopped, Shriji Maharaj immediately rushed there and asked Jiva Khachar, “Darbar, what are you doing?” Jiva Khachar replied, “Maharaj, it is time for Your sacred offering (thal), and there is no dry firewood left to prepare the meal. Therefore, I am using this wood to kindle the stove and cook the food!” Maharaj exclaimed, “O Darbar! Why did you break such a precious, intricately carved cot worth fifty rupees for this?” Jiva Khachar replied with heartfelt surrender, “O Maharaj! Nothing in this world is dearer to us than You! That You are dwelling in our home is more precious than anything in this entire universe.” With tearful eyes, Shriji Maharaj said, “Darbar! It was because of this very love and affection that our mare, Manki, carried Us here that day even though We had intended to go to Kariyani.” Afterward, Devuba lovingly prepared the thal. Shrihari dined to His heart’s content and distributed the sanctified prasad to everyone.

  • Sadguru Shri Aksharanand Swami ni Vato… 🙏