શ્રીજીમહારાજ સમામાં ઘણા હિન્દુસ્તાની નંદસંતો હતા. જે પૈકી છ બાવાઓ પૂર્વે નૃસીહભગવાનના ઉપાસક હતા ને ગઢપુર આવી ને એકસાથે દીક્ષા લઇને સાધુ થયા હતા.
Gujarati
તત્વાનંદ સ્વામી અને પાટીયાવાળા સદાનંદ સ્વામીની નિષ્ઠા
શ્રીજીમહારાજ સમામાં ઘણા હિન્દુસ્તાની નંદસંતો હતા. જે પૈકી છ બાવાઓ પૂર્વે નૃસીહભગવાનના ઉપાસક હતા ને ગઢપુર આવી ને એકસાથે દીક્ષા લઇને સાધુ થયા હતા એવા તત્વાનંદ સ્વામી, નૃસીહાનંદ સ્વામી, શ્રીપાત્ દેવાનંદ સ્વામી, સદાનંદ સ્વામી વગેરે હતા. સદગુરુ તત્વાનંદ સ્વામીને તો શ્રીહરિના સ્વરુપ મા એવી નીષ્ઠા હતી કે જ્યારે શ્રીજીમહારાજે ગામ આદરજમા ચાર સદગુરુ સ્થાપ્યા ને બીજે દિવસે સદગુરુઓના પૂજન કર્યું ને આજ્ઞા મા વર્તવાનુ કહ્યું. ત્યારે પરિક્ષા કરતા થકા પુછયુ કે આજથી આ ચારેય સદગુરુઓનું ધ્યાન પણ કરવું. આટલું સાંભળતા તો સદગુરુ તત્વાનંદ સ્વામી તુરતંજ ઉભા થયાને શ્રીજીમહારાજ પાસે આવીને બોલ્યા કે એ દૂબળી સહજાનંદ…! તુમ ઔર જો કૂછ કહેંગે વો હમ સબકુછ કર લેંગે, કહોગે તો વાયુ ભક્ષણ કરકે ભી રહેંગે, લેકીન ધ્યાન તો એક તુમહારા હી હોગા. શ્રીજીમહારાજ એમની નીષ્ઠા જોઇને ઘણા રાજી થયા ને બાથમાં ઘાલી ને મળ્યા.
એ માંયલા પાટીયાવાળા સદાનંદ સ્વામીતો ત્યાગ વૈરાગ્ય ની મૂરતસમા હતા. તેઓ પૃેમમુર્તિ સચ્ચિદાનંદ સ્વામી સાથે વાડીએ જ કાયમ રેતા. કાયમ ધ્યાન કરતા તે વાડીમાં પોતે ધ્યાન મા બેસતા ને રાતે ધ્યાનમાં ખલેલ ન પહોંચે ઇ હારુ રાતે શિયાળને સમાધી કરાવી હતી. एक જ ઠીકરાના પાટીયાથી ભીક્ષા કરવી, ઘેલે નાવું, ધોવું કે ખીચડી પકાવવી ને ઓશીકે રાખીને સુવુ વગેરે પોતાની બધીજ કૃીયા કરતા. મહારાજના દર્શને દરબારગઢ મા આવે ત્યારે ઘેલે થી નાહીને નીકળે ને પાણી નો પાટીયો ભરતા આવે, દરબારગઢ મા આવીને શ્રીજી મહારાજને કહેતા કે સહજાનંદ સ્વામી તુમ તુમહારા અંગૂઠા ઇસમે ડૂબાઓ..! તુમહારા તો કુછ નહી જાવેગે પણ હમારા પુરણકામ હો જાવેગા. શ્રીહરિ પણ આ વૈરાગી સંતની કૃીયા જોઇને રાજી થતા થકા પોતે અંગૂઠો ડૂબાડતા. સદાનંદ સ્વામી પછી એ પાણી પીવાય એટલું પીએ ને બાકીનુ પોતાને માથે રેડી દેતા ને બોલી ઉઠ્યા કે હમ ધન્ય હો ગયે ઔર હમારા કામ હો ગયા.
એકવખત સદાનંદ સ્વામી ગામ બાવળીમાં વિચરણ કરતા કરતા પધાર્યા. ગામમા ભાણદાસ નામે દ્વેષીબાવો હતો. એણે સંતોને ગામમાં આવવા ન દીધા ને ગાળ્યો દઇને ગામના ગોંદરેથી કાઢી મુકયા. બે ત્રણ દિવસના પોતાને ઉપવાસ હતા છતા પોતે કશુ બોલ્યા નહી. પોતે ભૂખ્યા-તરસ્યા ત્યાથી ચાલી નીકળ્યા. ભાણદાસને એટલે થી મન ભરાયું નહી તે શીશમની લાકડી લઇને સદાનંદ સ્વામીને ખૂબ માર્યા. આ અવાજ સાંભળીને ગામના કોઇ વચાળે પડ્યા ને સ્વામી ને બચાવ્યા ને ભાણદાસ બાવાને ઠપકો દીધો ને ત્યાથી કાઢી મુકયો. ગામલોકોએ સદાનંદ સ્વામીના વાહા ના ભાગે લાકડી વાગ્યાના ભરોળા જોઇને પુછયુ કે તમને કેવુંક વાગ્યું છે ત્યારે ધ્યાનમુર્તી એવા સદાનંદ સ્વામી બોલી ઉઠ્યા કે યે સબ તો હમાર દેહ કુ લગા હૈ ઔર યે મીટ્ટી કે દેહ તો કુછ કામ કા નહી હૈ, પર બચારે મેરે ગુરુભાઇ બાવાજી કી શીશમ કી લકડી તૂટ ગઇ. આટલો માર સહન કરવા છતાયે સ્વામીનો કરુણાભાવ ને જોઇને ગામલોકોને બહુગુણ આવ્યો. ઓલા ભાણદાસ બાવાને ભગાડી મૂક્યો, સંતો ભૂખ્યા તરસ્યા ત્યાંથી ચાલી નીકળ્યા. થોડેસમયે ભાણદાસ બાવાને સાચા સંતના દ્રોહ કરવાનો દોષ લાગ્યો તે ઘરના નવ મનુષ્ય ત્રણ મહીના માં જ મરી ગયા.
- શ્રીહરિચરિત્ર ચિંતામણિ 🙏