સત્સંગ મા લોયાના ગરીબ કોળી ઘેલાભગતને એમના પત્ની ને દૂકાળના વરહે રસ્તામા જડેલા સોના તોડાની ઉપર ધૂડ્ય વાળ્યા નો પૃસંગ તો સત્સંગ મા જગજાહેર છે.
Gujarati
માંડણ ભગત અને કાના ભગતની અસ્તેય નિષ્ઠા
સત્સંગ મા લોયાના ગરીબ કોળી ઘેલાભગતને એમના પત્ની ને દૂકાળના વરહે રસ્તામા જડેલા સોના તોડાની ઉપર ધૂડ્ય વાળ્યા નો પૃસંગ તો સત્સંગ મા જગજાહેર છે.
આવીજ રીતે એકવાર ગામ લંગાળામા માંડણ ભગતની નયા સંતો પધાર્યા . બપોરના ઠાકોરજીને થાળ કર્યા ને સંતો જમ્યા. સંતોને બાજુના ગામે જાવું હતું તે માંડણ ભગતે પોતાનું બળદગાડુ જોડ્યું ને સંતો મુકવા જાવા તૈયાર થયા. રસ્તે ચાલતા એકગાડા માથી બે પૂળા ખડના હેઠા પડ્યા તે સંતોએ માંડણ ભગતનુ ગાડું ઉભુ રખાવ્યુ ને પૂળા ગાડામા મુકાવ્યા. માંડણભગતે તરત જ સંતોને પુછયુ કે આ પૂળાને શુ કરશો? તો સંતો કહે રસ્તા મા કાળૂભાર નદી આવશે ત્યારે અમે ત્યાં નાહીશુ તે એટલીવાર બળદને નિરણ પૂળો કરવા થાહે. ત્યારે માંડણભગતે તરતજ એ પૂળા ગાડા માથી હેઠા મુક્યા ને બોલ્યા કે મારા પાહે રોકડા રુપીયા છ એ ખરચીને હુ ગામમાંથી વેચાણે નીરણ લાવીને મારા બળદને ખવરાવીશ. મને મારા ગુરુ આનંદાનંદ બૃહમચારી એ વર્તમાન ધરાવ્યા છે ને મે મારી આટલી ગઇ ઝીંદગીમા એક સળીય કોઇની માલીકીની પુછયા વગર લીધી નથી. સંતોતો માંડણ ભગતની આની સચોટ ધર્મપાલનતા ને પોતાના ગુરુના વેણ માટે અડગનીશ્ચય જોઇ ને ખુબ રાજી થયા.
આવી જ રીતે ગામ પીપરલા મા કાનો ભગત ખેતરે ગયા તા. બપોરટાણુ થયું એટલે એનું ઘરનું માણહ પોતાના છોકરાને કાખમાં તેડી ને વાડીએ બપોરનું ભાત દેવા હાલ્યા. સીમના કેડે હાલતા એના નાના એવા છોકરાએ વેન કર્યું કે મને એક સાંઠો ભાગી દે. કાનાભગતના ઘરવાળીએ કેડે હાલતા હાલતા કોઇના ખેતરના શેઢેથી જુવારના રાડાંનો સાંઠો ભાગી દીધો. કાનાભગતે પોતાને ખેતરેથી સાંતી હાંકતા હાંકતા આઘેથી નેઝવું માંડીને આ જોયું એટલે એના ઘરના માણહને ખેતરે પોગ્યા એટલે તરત જ પુછયુ કે તુ રસ્તામા હાલતા હાલતા વાંકી કેમ વળી તી? ત્યારે એના બૈરાએ કહ્યું કે એતો આ છોકરો હઠ કરતો તો તે જુવારનું રાડું ભાંગી દીધું તુ. કાનો ભગતતો તુરતંજ ધૂંવાપૂંવા થય ગયાને ગુસ્સે થયા થકા બોલ્યા કે આપડા ઇષ્ટદેવની આજ્ઞા છે કે ધણીને પુછયા વગર રસ્તે ચાલતા કે ગમે ત્યાં ફળફૂલ કે કાંયપણ લેવુ નહી. તે આજ્ઞા લોપી એટલે હવે ઉપવાસ કરીને પૃાયશ્ચીત કરીશ નઇ ત્યાં લગણ તારા હાથનું અન્નજળ મને હરામ છે.
- સદગુરુ શ્રી અક્ષરાનંદ સ્વામી ની વાતો.. 🙏