એકવખત ચડતે બપોરે શ્રીહરિ ગામ જસદણ સોહરવા માણકીએ અસવાર થકા સહુ દરબારો ને સંતો ભક્તો હારે નીકળ્યા હતા.

Gujarati

જસદણના ચેલા ખાચર અને શ્રીજી મહારાજનો ઉપદેશ

એકવખત ચડતે બપોરે શ્રીહરિ ગામ જસદણ સોહરવા માણકીએ અસવાર થકા સહુ દરબારો ને સંતો ભક્તો હારે નીકળ્યા તે દરબાર ચેલાખાચરે રોક્યા ને માણકીનું ચોકડું ઝાલ્યું ને બોલ્યા કે હે મહારાજ…! આજ ઘણીય કરપાએ તમ પધાર્યા ને રોકાવ નય તો આ અબૂધને શો લાભ..! માટે આજ તો બધાયને લઇને મારા દરબારગઢને પાવન કરો ને બપોરા કરો તો અમારો મનખો તો લેખે લાગે, આમેય તમે તો મારા આતાના ગુરુ છો ને અમારા ઇષ્ટદેવ છો એ નાતેય તમારે પધારવુ જ રહ્યું. મહારાજ કહે ચેલા ખાચર આજ ઘણી ઉતાવળ છે એટલે આટલા બધાય ને એકસાથે રોકાવા નો મેળ નય પડે. શ્રીજીમહારાજની આટલી વાત્ય સાંભળતા તો ચેલા ખાચર તો દિલગીર થયા ને આંખે આંસુની ધારા વહેવા મંડી. શ્રીજીમહારાજ કહે દરબાર…! દિલગીર ન થાઓ, તમારું હેતનું અંગ છે એ અમે જાણીએ છીએ, જાઓ ઘરે જે તૈયાર હોય એ લઇ આવો અમે આયા ટીમણ કરીશુ ને પછે જ આગળ ચાલીશું. આટલું સાંભળતા તો દરબાર તો દોડતા ઘરે ગયા ને બધા સારુ પેંડાની ચોકીઓને બરફીની માટલીઓ લાવ્યા. શ્રીજીમહારાજ ને દરબારો ઘોડેથી ઉતરયા એટલે હાથ-મૂંહ ધોવરાવીને બધાયની આગતા સ્વાગતા કરીને ગામને ગોંદરે જ બેહવાની વ્યવસ્થા કરાવી. શ્રીજીમહારાજ કહે કે ચેલા ખાચર તમે વર્તમાન ધરાવ્યા છે તો પંચવર્તમાન તો પુરા પાળો છોને? ચેલાખાચર શ્રીજીમહારાજ નો પૃશ્ન સાંભળીને જરાક મૂંજાણા ને બોલ્યા કે હે મહારાજ..! હુ દારુ ન પીવો ને ચોરી નો કરવી એ બે નિયમ તો પુરા પાળું છું, પણ બીજા નિયમ મા થોડીઘણી ઢીલ છે. શ્રીજીમહારાજ દરબાર ની નિખાલસ હૃદયની સાચી કબૂલાત જોઇને રાજી થકા થતા બોલ્યા કે દરબાર..! તમે તો ક્ષત્રિય નુ દૂધ છોવ તે ધીંગાણે તો શુરવીર હોવ એટલે એ ન્યાયે પંચવર્તમાનના નિયમ માં પણ શુરવીર થાઓ. સત્સંગી નુ કલ્યાણ તો અમે અમારો સંબધ થાય એટલે કરીએ જ છીએ પણ નિયમ દ્રઢતા કરે તો અમને એના સાથે પોતાપણુ આવે એટલે અમને એના પૃતયે વધારે વહાલ થાય છે. દરબાર બે હાથ જોડીને બોલ્યા કે હે મહારાજ…! હવે હુ બીજા નિયમો પણ નખશીખ પાળીશ. તમે જેમ રાજી થાઓ એમ બધાય વર્તમાન મારા ખોળીયા મા પૃાણ લગણ પુરા પાળીશ, શ્રીજીમહારાજે સ્વહસ્તે બધાય સંતો ભક્તો તેમજ હાજર ગામજનો ને પેંડા-બરફી નો પૃસાદ વહેંચ્યો ને પોતે પણ જમ્યા ને ટીમણ પતાવી ને સૌ સાથે કેડે આગળ વધ્યા.

  • ભગવાન શ્રી સ્વામિનારાયણ…

🙏