શ્રીહરિ ગુજરાતમાં ગામડાઓમા સંતો સાથે વિચરણ કરતા હતા. એકદિવસ સંધ્યા ટાણે ફરતા ફરતા બામણવા ગામે પધાર્યા.
Gujarati
બામણવાના ભક્તો અને બ્રહ્મરાક્ષસનો ઉદ્ધાર
શ્રીહરિ ગુજરાતમાં ગામડાઓમા સંતો સાથે વિચરણ કરતા હતા. એકદિવસ સંધ્યા ટાણે ફરતા ફરતા બામણવા ગામે પધાર્યા. સંધ્યાટાણે પોતે થાળ જમ્યા ને સંતો જમવા બેઠા ને પંકિતમાં ને શીરો ને ભાત વગેરે પીરસવા ની તૈયારી ચાલતી હતી, ત્યાં શ્રીજીમહારાજ ગામમાં એક પાટીદારની બાઇ એની ત્રણ ચાર ભેંહુ હતી ને દોહતી હતી ત્યાં જઇને બોલ્યા કે આજ તો તમારા ગામમાં અમે પૃગટ ભગવાન પધાર્યા ને આટલા બધા મહામુકત સંતો પધાર્યા છ. તમે એને તમારી ભેંહુના દુધ જમાડો આવો મોકો ફરીને મળવો આ સમામાં આ દેહે ફરીને મળવો અતિ મુશ્કેલ છે.
બાઇ કોઇની પુર્વની મુમુક્ષુ હશે તો શ્રીહરિને ઓળખી ગઇ તે બોલી કે બાપજી..! કૃષ્ણાવતારમા માંગીને મહી-માખણ માંગીને ખાધાતા એ મોકો તમે મને આજ વણમાગ્યો દીધો છ, મારા કાંઇક જન્મના પુણ્ય પૃગટયા હશે. તમે આ લયો ચારેય ભેહૂ ના દૂધના બોઘરણા ને પહેલા તમે દૂધ પીઓ ને પછે તમારા હાથે જ આ સાધુને પંગતે પીરહો. મહારાજે એ બાઇની સામે જ ત્યાંજ દૂધ ગાળીને તાંહળી ભરીને દુધ પીધું ને બધુય દૂધ સંતોની પંકિતએ પૃેમે કરીને તાણ્ય કરી કરીને પીરહયુ.
પેલી બાઇને મહારાજે કહ્યું કે તમારા છોકરાવને તમારા ધણીને વાળું કરવા તમે દુધ રાખ્યું કે ? ત્યારે બાઇ બોલી કે હે ભગવાન..! અમારા કણબીના છોકરાવ તો ભોં-ફાડા કહેવાય, ઇ એક દી છાંહ ની વાળુ કરી લેશે એમા શુ ? અમારા આંગણે આવા પવિત્ર સંતો ને તમે સાક્ષાત પુરુષોતમ નારાયણ ક્યાંથી….! આજ તમે જમ્યા ને સંતો જમ્યા તો અમ બધાય ને આ ભેહુનેય અંતકાળે તેડવા આવજો ને કલ્યાણ કરજો. શ્રીહરિ બાઇની સમજણ જોઇને રાજી થયા.
શ્રીજીમહારાજ ત્યાથી ગામડાઓમા ફરતા ફરતા અમદાવાદ પધાર્યા ને સભા કરીને બેઠા હતા. એ સમયે દંડી દેવાનંદ સ્વામી ગામ મહુધાના બૃાહ્મણ ઇશ્વરને લઇને આવ્યા ને શ્રીજીમહારાજના દર્શન કરાવીને પાહે બેહાવરાવ્યો. સ્વામી કહે હે મહારાજ..! તમે તો અંતર્યામી છોવ તે જાણો છો પણ આ ઇશ્વર ને બૃહ્મરાક્ષસ વળગ્યો છે તે એની તમે કાંક સહાય કરો. શ્રીજીમહારાજે કરુણા દ્રષ્ટીએ નજર કરી ત્યાતો એના પંડયમા બૃહ્મરાક્ષસ હતો એ બોલ્યો કે હુ બળું છુ એમ કરીને પોકાર કરવા માંડ્યો.
શ્રીજીમહારાજ કહે તુ આ અમારા ભગતને શુ લેવા હેરાન કરે છે એને છોડી દે..! ત્યારે ઓલો બૃહ્મરાક્ષસ ઇશ્વરના દેહમાં થકો બોલ્યો કે હુ એનો કાકો જ છવ પણ મને ખેતરમાં રાયણ નુ ઝાડ હતું એમા આસક્તિ હતી તે મરીને પૃેત થયો છવ, હવે જે એ રાયણને કાપે એને મારી નાખુ છવ, એ આ ઇશ્વર જાણતો હતો તોય એણે રાયણ નુ ઝાડવું કાપ્યું એટલે એને વળગ્યો છવ. હુ એને મારી નાંખત પણ એ તમારો ભક્ત છે એટલે હુ મારો મોક્ષ કરવા સાધુ સંતો હોય ત્યારે સભામા આવું છુ. તમે તો અધમ ઓધારણ ને પતિતપાવન છોવ તે મારો છૂટકો કરો. મહારાજ બોલ્યા કે જા તુ અમારા હરિભક્તો ના વર્તમાન ગોબરા હોય એમા રહેજે. તે પૃેત બોલ્યો કે હે મહારાજ, હવે મને તમારા પૃત્યક્ષ દર્શન છે તો આ વખતે જ મારો ઉધ્ધાર કરો. શ્રીજીમહારાજ કહે હવે તુ બદ્રીકાશ્રમમા જા ને ત્યાં તપ કરીને તારા જીવની મુક્તિ કરજે.
ત્યારે એ પૃેત બોલ્યો કે… હે મહારાજ…! તમે કૃપા કરીને મને છાતી મા ચરણારવિંદ આપો. શ્રીજીમહારાજે કૃપા કરીને એને ચરણારવિંદ આપ્યા ને એ ઇશ્વરના દેહમાંથી પૃેત નીકળીને બદ્રીકાશ્રમ ગયો.
- શ્રીહરિચરિત્રામૃત સાગર… 🙏