શ્રીજીમહારાજ અક્ષરઓરડી પાહે મોડીરાતે ઢોલીયે ગાદી તકિયો નખાવીને સભા કરીને બેઠા હતા. એ દિવસે પુનમની અજવાળી રાત હતી ને રાત્ય ડોઢ પહોર વીતી હતી.

Gujarati

ગઢપુરમાં દામોદર ભગત અને વૃદ્ધ વૈરાગીનો ઉદ્ધાર

શ્રીજીમહારાજ અક્ષરઓરડી પાહે મોડીરાતે ઢોલીયે ગાદી તકિયો નખાવીને સભા કરીને બેઠા હતા. એ દિવસે પુનમની અજવાળી રાત હતી ને રાત્ય ડોઢ પહોર વીતી હતી. સભા લગભગ અગીયાર વાગ્યા ના સુમારે પુરી થઇ. તે વખતે દામોદરભગત ને થયું કે શ્રીજીમહારાજ હજુ જાગે છ તો લયો અક્ષરઓરડીએ દર્શન કરી આવું, એ વિચારે પોતે ઉતાવળા હાલ્યા તે દરબારગઢની ડેલી પાહે એક વૃદ્ધ વૈરાગી એ દામોદરભગત ને સાદ કર્યો. તે ભગત ઇ બાજુ વળ્યા ને પુછપરછ કરી તો વૈરાગી બોલ્યા કે હુ ઉંમરને માંદગીના લીધે આજ ભીક્ષા કરવા જઇ શક્યો નથી તે બહુ ભૂખ લાગી છે તમે કાઇ જમવાનુ લાવી આપો તો સારુ. દામોદરભગતને મનમા થયું કે અત્યારે મોડીરાતે મહારાજને જમવું છ તો થાળ કરો એવી યુકિત કરીને દરબારગઢમા જઇને કહીશ તો કોઇક જમવાનુ બનાવી દેશે એ ન્યાયે તાબડતોબ દરબારગઢમા ગયાને લાડૂબા ને કીધુ કે શ્રીજીમહારાજ ને જમવાની ઇચ્છા છે તો થાળ કરી આપો. લાડૂબા એ તો તરત જ તાંદળજાની ભાજીને બાજરાનો કડકડીયો રોટલો માંખણથી ચોપડીને કરી આપ્યો ને હારે ગોળ ને દૂધનો કટોરો ભરીને થાળ તૈયાર કરીને દામોદરભગત ને આપ્યો. દામોદરભગત થાળ હાથમા લઇને જાતા હતા ત્યાં અંતર્યામી એવા મહારાજ એને ભાળી ગયા તે હાથ લાંબો કરીને બોલ્યા કે દામોદરભગત..! એ થાળ આયા લાવો અમનેય ભૂખ લાગી છે. એમ કરીને એ થાળમાંથી એક બટકું ભરીને રોટલો ભાજી જમ્યા ને બોલ્યા કે દામોદરભગત આટલી રાતયે કયા સેવા કરવા ઉપડયા..? દામોદર ભગત તો મહારાજ પાહે નિખાલસપણે બોલ્યા કે હે મહારાજ…! હુ તો તમારા દર્શને આવતો હતો ને અત્યારે ડેલી પાહે એક માંદા વૃદ્ધ વૈરાગીએ મને ભૂખના લીધે જમવાની ઇચ્છા કરી તો મે તમારા નામે લાડૂબા પાહે અટાણે મોડી રાતયે થાળ કરાવયો છ. મને એ ભૂલ્ય બદલ માફ કરજયો. શ્રીજીમહારાજ રાજી થયાને બોલ્યા કે તમે નિસ્વાર્થ સેવાએ આ થાળ બનાવરાવયો તે અમે બટકું એમાથી જમ્યા હવે એ વૈરાગી ને આ પૃસાદી જમાડી આવો. અમે એનું રુડુ કરીશુ ને અક્ષરધામમાં આજે જ તેડી જાશું. દામોદરભગત તો પૃસાદી નો થાળ લઇને ઉતાવળે પગે હાલ્યા ને ડેલીએ જઇને વૈરાગી ને જમાડીને પાછા આવ્યા એટલે થોડીવાર પછી શ્રીજી મહારાજ દામોદરભગત ને સાથે લઇને ફરીને મોડી રાતે વૈરાગીને દર્શન દેવા પધાર્યા ને અક્ષરઓરડી એ આવી ને પોતે પોઢ્યા. ચાર ઘડી રાત્રી રહી ત્યારે મહારાજે પાર્ષદને મોકલાવી ને ખબર કઢાવી તો વૈરાગી એ દેહ મુકી દીધેલો. એ રાતે વૈરાગીએ દેહ મુકયો ત્યારે દામોદરભગતે એને દિવ્ય વિમાનમાં બેસીને અક્ષરધામમાં જતા દર્શન કરેલા. સવારે દામોદરભગતે શ્રીજીમહારાજની આજ્ઞાએ વૈરાગીની અંતિમકૃીયા વગેરે કરાવી. શ્રીજીમહારાજે વૈરાગીને અંતકાળે પોતાની પ્રસાદીનો થાળ જમાડ્યો ને અંતે અક્ષરધામ પણ તેડી ગયા.

  • શ્રીહરિચરિત્ર ચિંતામણિ… 🙏

Goto Naviagation👇


Hindi

गढ़पुर में दामोदर भगत और वृद्ध वैरागी का उद्धार

श्रीजी महाराज गढ़पुर में अक्षर ओरी के समीप देर रात ढोलिये पर गद्दे-तकिये लगवाकर सभा में विराजमान थे। उस दिन पूर्णिमा की उजली धवल चांदनी रात थी और रात्रि का डेढ़ पहर बीत चुका था। रात्रि लगभग ग्यारह बजे सभा समाप्त हुई। उस समय दामोदर भगत के मन में विचार आया कि श्रीजी महाराज अभी जाग रहे हैं, तो चलो अक्षर ओरी जाकर उनके दर्शन कर आऊँ। इस विचार से वे शीघ्रता से आगे बढ़े। तभी दरबारगढ़ की देहली (मुख्य द्वार) के पास एक वृद्ध और रुग्ण वैरागी साधु ने दामोदर भगत को पुकारा। भगत उस ओर मुड़े और उनसे पूछा, तो वैरागी ने व्यथित स्वर में कहा, “मैं वृद्धावस्था और अत्यधिक बीमारी के कारण आज भिक्षाटन के लिए नहीं जा सका, जिससे मुझे बड़ी तीव्र भूख लगी है। यदि आप मेरे लिए कुछ भोजन ला दें, तो बड़ी कृपा होगी।”

दामोदर भगत ने सोचा कि यदि मैं इस मध्यरात्रि में दरबारगढ़ जाकर कहूँगा कि किसी भूखे साधु को भोजन देना है, तो शायद कोई न उठे; परंतु यदि यह कहूँ कि श्रीजी महाराज को भोजन आरोगना है और उनके लिए थाल तैयार करना है, तो तुरंत रसोई बन जाएगी। इस युक्ति से वे तुरंत दरबारगढ़ के भीतर पहुँचे और पूज्य लाडूबा से निवेदन किया, “श्रीजी महाराज को इस समय भोजन आरोगने की इच्छा हुई है, अतः शीघ्र थाल तैयार कर दीजिए।” लाडूबा ने बिना एक क्षण का विलंब किए तांदलजा (चौलाई) की स्वादिष्ट भाजी, बाजरे की गरमा-गरम करारी रोटी मक्खन से चुपड़कर तैयार की और साथ में गुड़ तथा ताजे दूध का कटोरा सजाकर थाल दामोदर भगत को सौंप दिया।

दामोदर भगत वह थाल हाथ में लेकर बाहर आ रहे थे, तभी अंतर्यामी श्रीजी महाराज ने उन्हें देख लिया। महाराज ने दूर से हाथ बढ़ाकर पुकारा, “दामोदर भगत! वह थाल इधर ले आइए, हमें भी भूख लगी है!” इतना कहकर महाराज ने उस थाल में से एक कौर भाजी-रोटी प्रेम से आरोगी और फिर मुस्कुराते हुए पूछा, “दामोदर भगत! इतनी देर रात को आप यह थाल लेकर कहाँ सेवा करने निकले थे?” दामोदर भगत ने हाथ जोड़कर अत्यंत निष्कपट भाव से कहा, “हे महाराज! मैं तो आपके दर्शन करने आ रहा था, परंतु देहली पर एक वृद्ध, रोगी वैरागी भूख से व्याकुल बैठा था। उसके भोजन की व्यवस्था करने हेतु मैंने आपके नाम से लाडूबा से यह थाल तैयार करवाया है। मेरी इस धृष्टता और भूल को क्षमा करें।” श्रीजी महाराज अत्यंत प्रसन्न होकर बोले, “दामोदर भगत! आपने विशुद्ध निःस्वार्थ सेवाभाव से यह थाल बनवाया, इसलिए हमने स्वयं इसमें से एक कौर प्रसाद रूप में ग्रहण किया है। अब आप जाकर उस वैरागी को यह पावन प्रसादी जिमा आइए। हम उसका परम कल्याण करेंगे और आज ही उसे अपने दिव्य धाम अक्षरधाम में ले जाएँगे।”

दामोदर भगत वह प्रसादी का थाल लेकर तुरंत देहली पर पहुँचे और उस वृद्ध वैरागी को बड़े प्रेम से भोजन कराया। भोजन के उपरांत जब वे वापस आए, तो थोड़ी देर बाद श्रीजी महाराज स्वयं दामोदर भगत को साथ लेकर मध्यरात्रि में उस वैरागी को दर्शन देने पधारे। उसके बाद महाराज अक्षर ओरी में शयन हेतु पधारे। जब रात्रि के चार पहर में से अंतिम चार घड़ियाँ शेष थीं, तब महाराज ने एक पार्षद को भेजकर समाचार मँगवाया। पार्षद ने आकर बताया कि वैरागी ने अपनी देह त्याग दी है। उसी रात्रि जब वैरागी ने देह त्यागी, तब दामोदर भगत ने साक्षात् दिव्य विमान में बैठकर उसे अक्षरधाम जाते हुए अलौकिक दर्शन किए। प्रातःकाल दामोदर भगत ने श्रीजी महाराज की आज्ञा से उस वैरागी का विधिपूर्वक अंतिम संस्कार करवाया। इस प्रकार दयालु श्रीजी महाराज ने उस अनजान वैरागी को अंतकाल में अपनी साक्षात् प्रसादी का थाल जिमाया और परमधाम अक्षरधाम में शाश्वत मुक्ति प्रदान की।

  • श्रीहरिचरित्र चिंतामणि… 🙏

Goto Naviagation👇


English

Damodar Bhagat and the Deliverance of the Aged Vairagi in Gadhpur

Late one night, Shriji Maharaj was presiding over an assembly near the Akshar Ordi in Gadhpur, seated upon a cushioned cot. It was a radiant full-moon night, and about four and a half hours of the night had passed. The spiritual gathering concluded around eleven o’clock. At that moment, a devout devotee named Damodar Bhagat thought to himself, “Shriji Maharaj is still awake; let me go to the Akshar Ordi to have His divine darshan.” With this pious thought, he walked swiftly toward the quarters. As he passed near the main entrance gate (deli) of the Darbargadh, an elderly, ailing ascetic (vairagi) called out to him. Damodar Bhagat approached him and inquired, to which the ascetic replied in a feeble voice, “Owing to old age and illness, I could not go out to beg for alms today, and I am suffering from severe hunger. If you could kindly bring me something to eat, it would be a great favor.”

Damodar Bhagat reasoned within his mind that if he asked for food for an unknown beggar at such a late hour, people might hesitate; but if he announced that Shriji Maharaj wished to dine, food would be prepared instantly. Acting on this compassionate stratagem, he hurried inside the inner court of the Darbargadh and told Laduba, “Shriji Maharaj wishes to dine right now; please prepare a thal (meal offering) for Him.” Without a moment’s hesitation, Laduba lovingly prepared fresh greens (tandalja bhaji), a crisp bajra rotla generously smeared with fresh butter, a piece of jaggery, and a bowl of fresh milk, and handed the offering dish to Damodar Bhagat.

As Damodar Bhagat was carrying the plate outside, omniscient Shriji Maharaj noticed him and extended His hand, calling out, “Damodar Bhagat! Bring that thal here; We too are feeling hungry!” Saying this, Maharaj lovingly took a bite of the rotla and greens from the plate. Then, smiling gently, He asked, “Damodar Bhagat, where were you heading to render seva with this meal at such an hour of the night?” With complete honesty and folded hands, Damodar Bhagat confessed, “O Maharaj! I was coming for Your holy darshan, but at the gate I found an elderly, sick vairagi starving. To feed him, I took the liberty of having Laduba prepare this meal in Your holy name. Please forgive my mistake.” Pleased with his pure compassion, Shriji Maharaj remarked, “Because you arranged this meal out of genuine, selfless compassion, We have partaken of a morsel from it. Now go and serve this sanctified prasad to that vairagi. We will shower Our supreme grace upon him and take him to Akshardham this very night.”

Damodar Bhagat hurried back to the gate and fed the sanctified food to the hungry ascetic. Shortly thereafter, Shriji Maharaj Himself, accompanied by Damodar Bhagat, visited the gate late at night to bestow His divine darshan upon the ailing ascetic before retiring to the Akshar Ordi. When about an hour and a half of the night remained, Maharaj dispatched a parshad to check on him. The parshad returned reporting that the ascetic had peacefully departed this world. That very night, as the ascetic shed his mortal frame, Damodar Bhagat was blessed with a divine vision of the soul ascending to Akshardham in a luminous celestial chariot (viman). In the morning, under Shriji Maharaj’s personal instruction, Damodar Bhagat performed the final rites of the ascetic. Thus, the merciful Lord fed His own divine prasad to the destitute traveler in his final moments and granted him eternal liberation in Akshardham.

  • Shri Haricharitrachintamani… 🙏