એકવખત ઉનાળા ના સમયે ગામ ઝમરાળામા શ્રીહરિ સભા બીરાજતા હતા. કોઇ હરિભક્ત શ્રીજીમહારાજ સારુ સાંખની પાકેલ કેરીઓ લાવ્યા ને મહારાજને ચરણે મુકી.

Gujarati

ઝમરાળાના ગંગાધર દવે અને પ્રસાદીની કેરી

એકવખત ઉનાળા ના સમયે ગામ ઝમરાળામા શ્રીહરિ સભા બીરાજતા હતા. કોઇ હરિભક્ત શ્રીજીમહારાજ સારુ સાંખની પાકેલ કેરીઓ લાવ્યા ને મહારાજને ચરણે મુકી. શ્રીજીમહારાજ કહે બૃહ્મચારી આ ભક્ત કેરી સારી લાવ્યા છે તો ધોઇને લાવો અમે જમીએ, મુળજીબૃહ્મચારી એ ધોઇને એક થાળીમાં કેરીઓ આપી એટલે મહારાજ કેરી ઘોળી ઘોળીને સભા મા જ જમવા લાગ્યા. સભામા ગંગાધર દવે બેઠા હતા તે શ્રીજી મહારાજે ઘોળેલી જમેલી અધુરી કેરી પૃસાદી તરીકે ગંગાધર દવે ને દેવા હાથ લંબાવ્યો.

ગંગાધર દવે ને મનમા વિચાર થયો કે હુ જાત્યે બૃાહ્મણ છવ ને જો હુ એંઠું જમુ તો મારા વર્ણાશ્રમ ના ધર્મનો લોપ થશે એ વિચારે કેરી મહારાજ પાસે લીધી નહી. શ્રીજીમહારાજ એમના મનનો સંકલ્પ જાણીને મંદ મંદ હસ્યા પણ કશુ બોલ્યા નહી.

સમય જતા પોતાને સદગુરુ ગોપાળાનંદ સ્વામી સાથે ઘણું હેત તે સત્સંગના રંગે રંગાયા ને બોલ્યા કે સ્વામી મને હવે ત્યાગી કરો. સ્વામી એને શ્રીજીમહારાજ પાસે લઇ ગયા ને બોલ્યા કે હે મહારાજ..! આ ગંગાધર ને બૃહ્મચારી કરો. શ્રીજીમહારાજે દીક્ષા દીધીને જ્ઞાનસ્વરુપાનંદ બૃહ્મચારી નામ રાખ્યું. સદગુરુ ગોપાળાનંદ સ્વામી બોલ્યા કે હ મહારાજ..! એમના મા ધર્મ નુ અંગ પૃધાન છે તો એનું નામ ધર્મસ્વરુપાનંદ બૃહમચારી રાખો. શ્રીજીમહારાજ કહે હા.. સ્વામી, તમે કહો છો તે યથાર્થ છે એમના એ અંગને લીધે જ એ વખતે ઝમરાળા ગામે એ અમારી પૃસાદી ની કેરી દીધી તઇ નોતા જમ્યા. શ્રીજીમહારાજે માથે બે હાથ મુકયા ને ધર્મસ્વરુપાનંદ બૃહ્મચારી નામ રાખ્યું.

પોતે જીવ્યા ત્યાં લગી દેવની ખુબ સેવાઓ કરીને શ્રીજીમહારાજ સ્વધામ સીધાવયા પછે ઘણીવખત એ કેરીઓના પ્રસાદીના પૃસંગે યાદ કરતા કરતા દિલગીર થતા ને આંખો મા આંસુ આવી જતા ને બોલી ઉઠતા કે એ શ્રીહરિએ મને પૃસાદી ની કેરીઓ દીધી પણ હુ એ દિવ્યમૂરત ને ચામડાની આંખ્યે જાણી શક્યો નય…!

  • શ્રીહરિચરિત્ર ચિંતામણિ…

🙏