Today this blog is written in my mother tongue ( Gujarati Language ). This is something that I can not explain in english.
જય શ્રી સ્વામિનારાયણ મિત્રો, આજે હું ગુજરાતી ભાષા માં બ્લોગ લખી રહ્યો છું. એનું એક માત્ર કારણ છે કે મને જે અનુભવ થયો એ તમને વાત કરું.
આ બ્લોગ નું શીર્ષક “રાજીપો” એવું રાખ્યું છે. અત્યાર સુધી જીવન માં મેં જેટલું સાંભળ્યું છે વાંચ્યું છે એમાં રાજીપો એક એવી વસ્તુ છે કે જેનાથી તમારી કળા કે આવડત નો ઉપયોગ કરી થોડી મહેનત માંજ કોઈ ને રાજી કરી શકો. સ્વામિનારાયણ સંપ્રદાય માં રાજીપા નું ખુબ જ મહત્વ છે. બધા ના પ્રયત્નો મહદ્દ અંશે પણ રાજીપા માટે થતા હોય છે ભલે જે ભગવાન નો હોય કે સંતો નો હોય. આ લેખ નો હેતુ મારી યાદો ને સાચવવા તથા જે લોકો વાંચી રહ્યા છે એમને સેવા કરવા માટે પ્રેરણા મળે એટલો જ છે.
રાજીપાનું મહત્વ એટલે છે કે થોડા કામ માં વળતર વધારે મળે છે. આપણી આવડત નો ઉપયોગ આપણે લોકો કે નોકરી માં કરતા હોઈએ છીએ. પણ નિસ્વાર્થ ભાવના રાખી ને સંતો અને ભગવાન ને રાજી કરવા એનો આનંદ અલગ હોય છે. હું ઘણા બધા લોકો ને ઓળખું છું એમણે પોતાનું જીવન સેવા માટે સમર્પિત કરી દીધું હોય.
હું થોડા પ્રસંગો લખીશ અહીંયા.
વર્ષ 2010 માં સર્વમંગલ મહોત્સવ નો રાજીપો
આમ તો હું સાતમા ધોરણ માં સ્વામિનારાયણ ગુરુકુળ જૂનાગઢ માં ભણવા આવ્યો હતો. હું નવમાં ધોરણ માં આવ્યો ત્યારે સર્વમંગલ મહોત્સવ નું આયોજન થયું હતું જ્ઞાનબાગ ગુરુકુળ માં. ત્યારે બધા વિદ્યાર્થી સેવા કરવા જતા હતા. બધા ને પોતપોતાના વિભાગ પ્રમાણે સેવા સોંપવા માં આવી.
તે સમયે ગુરુકુળ માં હું બોવ સેવા નહોતો કરતો પણ ઉત્સવ માં મને સંત આશ્રમ અને સંતો ના સંડાશ બાથરૂમ સાફ કરવાની સેવા સોંપવામાં આવી હતી. અમે ઘણા બધા મિત્રો સેવા કરતા સંતો જયારે ઉત્સવ માં અને બીજી જવાબદારી માં જાય ત્યારે અમે સાફ સફાઈ માં લાગી જતા. સાફ સફાઈ જોઈ સંતો ખુબજ રાજી થતા અને કેહતા “છોકરાઓ, સારી સેવા કરો છો હો તમે …” સાધુ આવું બોલે ત્યાંતો અંદર થી અલગ જ આનંદ ના ફુવારા છૂટતા હોય એવું લાગે.
ત્યારે કોઠારી સ્વામિ શ્રી હરીજીવનદાસજી સ્વામી ત્યાં પધાર્યા. કોઠારી સ્વામીના જીવન ની વાત કરું તો એ શાસ્ત્રીજી મહારાજ વખત ના સાધુ અને એમના મુખારવિંદ પર હંમેશા હાસ્ય રહેતું. એમણે ગુરુકુળ માં ખુબ સેવા કરેલી.
જયારે સ્વામી ઉત્સવ માં આવ્યા ત્યારે એમની ઉંમર વધારે હતી. ત્યારે મારો મિત્ર દર્શાંગ ગોંડલીયા સ્વામિની ચરણસેવા ( પગ માં માલિશ ) કરવા જતો હતો. એણે મને કીધું કે “આજે તું પણ આવ”, હું ત્યાં ગયો ને સ્વામીના પગ દબાવ્યા, સ્વામિને દુખાવા માં રાહત થતી હોય એવું લાગ્યું. સ્વામી ઉભા થયા અને મારી સામેં જોઈ ને હસ્યા. એ હાસ્ય કે સ્મિત મારા હૃદય માં જેમ બેસી ગયું એટલા વર્ષ થય ગયા તો પણ હજુ યાદ આવે છે. ત્યાર પછી સ્વામિ અમુક વર્ષો માં ધામ માં ગયા ત્યારે મેં નિયમ લીધેલું કે સ્વામી જેમ મુખ પર હાસ્ય રાખતા એવું રાખવું ભલે જીવન માં કોઈ પણ મોટી આફત આવે.
શ્રી હરિચરિત્ર વેબસાઈટ બનાવવા નો મોકો મળવો
તમે જાણો છો એમ હું વેબસાઇટ ડેવલપર છું. અને ઘણી વેબસાઈટો બનાવી છે, હું જે કંપની માં કામ કરતો અને બીજા અન્ય લોકો માટે પણ. પણ આ વેબસાઈટ બનાવી ને જે આનંદ થયો કે કેટલા હરિભક્તો આ વેબસાઈટ માંથી સહેલાઇ થી ચરિત્રો વાંચી શકે છે.
ભરતભાઈ દેસાઈ જે હાલ લંડન માં રહે છે. એ “આજનું ચરિત્ર” લખી ને દરરોજ મોકલે છે. જીવન ની વ્યસ્તતા અને આજીવિકા ના કર્યો કરતા કરતા આ કાર્ય કરી રહ્યા છે. હું જાણું છું ત્યાં સુધી છેલ્લા 2 વર્ષ થી અવિરત તેમના સંકલિત કરી ને લખેલા ચરિત્રો WhatsApp ના માધ્યમ થી મોકલી રહ્યા છે.
ત્યારે મને વિચાર આવ્યો હતો કે આપણે એક વેબસાઈટ બનાવીયે. અને બનાવી પણ ખરા પણ હું એમાં કામ ના કરી શક્યો.
પછી થોડા સમય પછી મારા મિત્ર અને આત્મીય બંધુ ધવલ ભાઈ નો ફોન આવ્યો કે આપણે સુંદર અને હરિભક્તો સરળતા થી ચરિત્રો નો આનંદ માણી શકે એના માટે એક વેબસાઈટ બનાવીયે. ભરત ભાઈ એ shriharicharitra.com એ ડોમેન લેવાનું નક્કી કર્યું. એ સમયે હું અમારી કંપની નું meetup હતું ઉદયપુર ત્યાં અમે બસ માં પ્રવાસ કરી રહ્યાં હતા. ડોમેન બસ માં બેઠા બેઠા લીધેલું, પછી અમુક મિટિંગ થય ને ભરત ભાઈ અને ધવલ ભાઈ બંને એ ચરિત્રો ઉમેરવાનું ચાલુ કરી દીધું.
અમુક સમય પસાર થયો એટલે ભરત ભાઈ ને સંકલ્પ થયો કે આ વેબસાઈટ વડીલ સંતો લંડન આવે ત્યારે વિમોચન કરાવવું. અને 22 જુલાઈ 2023 ના રોજ shriharicharitra.com નું વડીલ સંતો ના હાથે વિમોચન કરવામાં આવ્યું. જીવન માં ઘણા પ્રોજેક્ટ કાર્ય હશે પણ આ પ્રોજેક્ટ કરી ને ખુબ જ આનંદ ની અનુભૂતિ થાય છે.
Blog - રાજીપો
Thanks For Reading 🙏
If it is helpful and saves your valuable Time ⏱ please show your support 👇.
Buy me A Coffee, Thank you and canva ( For Beautiful designs ). Thanks for the reading 👍.